પાંચમી અને અંતિમ ટેસ્ટમાં 118 રનથી ભારત સામે જીત મેળવ્યા બાદ ઇંગ્લેન્ડે 4-1થી ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ જીત બાદ મેદાન પર ઇંગ્લિશ ખેલાડીઓએ ઉજવણી કરી હતી. કુકની વિદાય અને એન્ડરસનના ઐતિહાસીક પ્રદર્શનની ખુશી ખેલાડીઓના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ બે ખેલાડી આ ઉજવણીથી દૂર થઇ ગયા હતા જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે શેમ્પેઇનની બોટલ ખોલી શાનદાર ઉજવણી કરી હતી.
બન્ને ખેલાડી પાકિસ્તાન સાથે સબંધ ધરાવે છે. મોઇન અલીનો જન્મ ઇંગ્લેન્ડમાં થયો હોય પરંતુ તેનો સબંધ પાક અધિકૃત કાશ્મીર સાથે રહ્યો છે. મોઇન અલીના માતા-પિતા પીઓકેના મીરપુરના છે. મોઇનના દાદાએ બ્રિટિશ યુવતી સાથે લગ્ન કર્યા હતા જે બાદ તે બ્રિટનમાં જ રહેવા લાગ્યા. મોઇન અંગ્રેજીની સાથે સાથે ઉર્દૂ અને પંજાબી પણ બોલે છે.બીજી તરફ આદિલ રાશીદનો પણ યોર્કશાયરમાં જન્મ થયો પરંતુ તે પણ પાકિસ્તાની મૂળનો છે. બન્ને ખેલાડી પોતાના ધર્મ પ્રત્યેના ઝુકાવને જોતા એક મિસાલ છે. અંતિમ ટેસ્ટમાં આદિલ રાશીદે 3 વિકેટ જ્યારે મોઇન અલીએ પણ 3 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડની ટીમે શેમ્પેઇન ખોલી કરી ઉજવણી
Views 57