ચીનના હુનાનમાં હેંગડોન્ગ કાઉન્ટીમાં એક વ્યક્તિએ ભીડવાળા વિસ્તારમાં કાર ઘૂસાડી દીધી હતી. તેના કારણે 9 લોકોના મોત થયા છે અને અંદાજે 50 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસે શંકાસ્પદ ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. હાલ આ ઘટનાને આતંકી ઘટના સાથે જોડવામાં આવી નથી.
બેજિંગ યૂથ ડેલીના જણાવ્યા પ્રમાણે 54 વર્ષના આરોપીનું નામ યાંદ જેનયુન છે અને તે હેંગડોન્ગ કાઉન્ટીમાં જ રહે છે. યાંગ આ પહેલાં પણ ઘણાં કેસમાં જેલ જઈ આવ્યો છે.
2013માં બેજિંગની ફોરબિડન સિટીમાં ભીડમાં કાર ઘૂસાડી દેવામાં આવી હતી. તેમાં કારમાં બેઠેલા 3 લોકો અને અન્ય 8 લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટના પાછળ મુસ્લિમ ભાગલાવાદીઓનો હાથ ગણાવ્યો હતો.