ડોલરની તુલનાએ રૂપિયો 72.91ના નીચલા સ્તરે પહોંચ્યો

Views 63

અમેરિકન ડોલરની તુલનાએ રૂપિયામાં ઘટાડો અટકવાનું નામ નથી લેતો. બુધવારે તે 22 પૈસા વધુ નબળો થઈને 72.91ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો છે. રૂપિયો મંગળવારે 24 પૈસા ઘટીને 72.69 પર બંધ થયો હતો. કાચું તેલ મોંઘું થવાના કારણે અને શેરબજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ વધ્યું.
આંતરરાષ્ટ્રીય બજારોમાં બ્રેન્ટ ક્રૂડનો રેટ બુધવારે 2% વધીને 79.34 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. બીજી બાજુ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર તીવ્ર થવાના આસાર છે. તેનાથી પણ કરન્સી બજારમાં દબાણ વધ્યું.
દેશમાં ખાવા-પીવાની ચીજો અને અન્ય જરૂરી સામાનોના ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલનો ઉપયોગ થાય છે. પરિણામે ડીઝલ મોંઘું થતાં જ આ તમામ જરૂરી ચીજોનો ભાવ વધશે. જો પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થયા તો પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે સાબુ, શેમ્પૂ, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધશે, જેના કારણે આ પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *