તમે આળસુ છો તો આ તારણ વાંચીને ખુશ થઈ જશો

Views 97

જો તમે દિવસભર સોફા પર કે બેડ પર સુઈ રહેવા માંગો છો અને દુનિયા તમને આળસુ કહે છે તો તમારા માટે આ ખુશીની વાત છે. કારણકે તાજેતરમાં થયેલા એક સંશોધનનુ તારણ નીકળ્યુ છે કે ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં જે સજીવો આળસુ છે તેમનુ અસ્તિત્વ ટકી રહેવાની શક્યતા વધારે છે.
સંશોધકોએ આ સંશોધનમાં 299 જેટલી પ્રજાતિઓની આદતોનો અભ્યાસ કર્યો હતો. જેના આધારે સંશોધકો એવુ માની રહ્યા છે કે જે પ્રજાતિનો મેટાબોલિઝમ રેટ એટલે કે ચયા પચયની પ્રક્રિયા વધારે ઝડપી હોય છે તે પ્રજાતિની વિલુપ્ત થવાની શક્યતા વધારે હોય છે.
સંશોધકોની ટીમના ડોક્ટર લ્યુક સ્ટ્રોઝનુ કહેવુ છે કે આળસુ પ્રજાતિઓ કે જે ચૂપચાપ પડી રહેવા ટેવાયેલી છે તે ઉત્ક્રાંતિની પ્રકિયામાં બચી જવાની વધારે શક્યતાઓ ધરાવે છે.આમ ઉત્ક્રાંતિમાં સર્વાઈવલ ઓફ ધ ફીટેસ્ટની જગ્યાએ સર્વાઈવલ ઓફ ધ લેઝીએસ્ટનો સિધ્ધાંત કદાચ વધારે અસરકારક સાબીત થયો છે.જેનાથી આપણે મજાકમાં લોકોને વધારે આળસુ બનીને રહેવાની સલાહ આપી શકીએ. આ સંશોધન પ્રોસિડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટીના જર્નલમાં પ્રકાશીત કરવામાં આવ્યુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *