15 વર્ષીય સગીરાનું અપહરણ કરી કારમાં દુષ્કર્મ આચર્યુ

Views 71

બરવાળા પંથકની ૧૫ વર્ષીય સગીરા પોતાની વાડીએથી ઘર તરફ આવી રહી હતી તે વેળાએ ચાચરિયાના શખસે પોતાની કારમાં સગીરાને બળજબરી પૂર્વક બેસી રેફડા ગામની સીમમાં લઈ જઈ કારમાં જ સગીરા સાથે દુષ્કર્મ કરી તરછોડી નાસી છૂટયો હતો. જધન્ય ઘટનાના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ભોગગ્રસ્ત સગીરાને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવી હતી.
સગીરાઓ પર થતી દુષ્કર્મની અનેક ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વધુ એક જધન્ય ઘટના બરવાળા પંથકમાં ઘટવા પામી છે. બરવાળા પંથકમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા ગઈકાલે સાંજનાં સુમારે પોતાની વાડીએથી ઘરે આવી રહી હતી તે વેળાએ બરવાળા તાલુકાના ચાચરિયા ગામે રહેતો હરેશ જાદવભાઈ ચાવડા (ઉ.વ.૩૦)એ કારમાં આવી સગીરાને કારમાં બેસી જવાનું કહી તેણી સાથે બળજબરી કરી કારમાં બેસાડી કાર હંકારી મુકી હતી. આગળ જતા તેના મિત્ર ચેતનને સાથે લઈ કાર ચલાવવા આપી દીધી હતી. બાદ બરવાળા તાલુકાના રેફડા ગામની સીમમાં કાર લઈ જઈ કારમાં જ સગીરા સાથે દુષ્કર્મ આચરી તેને લાવ્યો હતો ત્યાં તરછોડી મિત્ર સાથે નાસી છુટયો હતો.
દરમિયાન દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાની તબીયત લથડતા તેને સારવાર અર્થે પ્રથમ બોટાદ બાદ ભાવનગર ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા બરવાળા પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પોલીસ સમક્ષ સગીરાએ ચાચરિયાના હરેશ ચાવડા અને તેના મિત્ર ચેતન વિરૃધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬(૨)(૧) તેમજ પોકસો એકટ ૪, ૮, ૧૨ તળે ગુનો દાખલ કરી સી.પી.આઈ. ગૌસ્વામી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હરેશ જાદવભાઈ ચાવડાની ધરપકડ કરી લઈ કાર કબ્જે લીધી હતી. જ્યારે શખસને મદદગારી કરનાર મિત્ર ચેતન હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. જધન્ય ઘટનાના પગલે બરવાળા પંથકમાં બારે ચકચાર મચી જવા પામી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *