આધુનિક યુગમાં પતિ-પત્ની માટે છુટા પડવું એ સાહજિક વાત બની ગઇ છે. પહેલાના સમયમાં પત્નીઓ કેટકેટલીય યાતનાઓ સહન કરીને પતિ સાથે જ જીવન પસાર કરી નાખતી. પરંતુ હવેની માનુનીઓ સહન કરવામાં તેમજ રોજના કકળાટ સાથે પતિ સાથે રહેવામાં માનતી નથી, તેના બદલે તે છુટા પડવામાં જ ડહાપણ સમજે છે.
પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવવા માટે ચોક્કસ બાબતોને ધ્યાનમાં રાખવી જરૃરી છે.
દરેક પરિસ્થિતિમાં એકબીજાને સાથ આપવો
મોટા ભાગની આધુનિક પત્નીઓ કામકાજી હોય છે. તેઓ નોકરી અથવા તો વ્યવસાય સાથે પણ જોડાયેલી હોય છે. તેવામાં ઘણી વખત તેનાથી પરિવારની કાળજી રાખવામાં ચુક થતી હોય છે. આવા સમયે પતિએ ગંભીર મુદ્દો ન બનાવી પત્નીની પરિસ્થિતિ સમજીને બાજી સંભાળી લેવી જોઇએ લગ્નનો મતલબ ફક્ત સારા સમયમાં જ સાથ આપવો એ નથી હોતો. પરંતુ દરેક પરિસ્થિતિમાં પાર્ટનરનો સાથ જરૃરી તેમજ મહત્વનો છે. મુશ્કેલીના જ સમયમાં એકબીજાની હુંફ અને એકબીજા પર વિશ્વાસ જરૃરી હોય છે. તેથી આવી પરિસ્થિતિથી ડરીને ભાગી છૂટવા કરતા એકમેકનો સાથ આપવો જોઇએ,
પ્રેમનો અહેસાસ કરાવવો
પાર્ટનરને ગમે તેટલો પ્રેમ કરતા હો પરંતુ જો તેને અહેસાસ નહી ંકરાવો તો કોઇ મતલબ સરવાનો નથી.પાર્ટનરને પ્રેમનો અહેસાસ કરાવાથી સ્વયંને તેમજ સાથીને પણ આનંદ અને રોમાંચ થતો હોય છે. જે સંબંધને મજબૂત બનાવવા માટે મહત્વું છે. તેથી પાર્ટનરને ‘આઇ લવ યુ, તું ચિંતા નહીં કર હું તારી સાથે જ છું, કે પછી રોમાન્સની વાતો કરવાથી પણ ખુશ રાખી શકાય છે, અને સંબંધ મજબૂત બને છે.
અંગત સ્પેસ પણ જરૃરી
પર્સનલ સ્પેસ પણ લગ્નજીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી સાથીને તેને ગમતા મિત્રો કે મનપસંદ રમતથી અલગ કરવા જેવી મુર્ખતા કરવી નહીં. જોકે સાથેસાથે પાર્ટનરે એ પણ ધ્યાન રાખવું કે પોતાને મનગમતી વાતો સાથે વધુ જોડાઇ રહેઅને જવાબદારીથી દૂર થતો જાય.
સમયની સાથે પ્રેમ વધે છે
દરેક સંબંધમાં નાના-મોટા સંઘર્ષ કે જીભાજોડી કે પછી વાદવિવાદ થતા હોય છે. પતિ-પત્નીના જીવનમાં પણ આવ તકરારો જોવા મળતી હોય છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તેનાથી ભાગી છૂટવું જોઇએ. પતિ-પત્નીનો સંબંધ સમય જતાં વધુને વધુ મજબૂત બનતો જાય છે. જીવનમાં આવતી મુશ્કેલીઓ અને એમાંથી બહાર નીકળવા એકબીજાનો મળતો સાથ જ એકબીજા પ્રત્યે માન અને વિશ્વાસ તેમજ પ્રેમ વધારે છે.
અન્ય સાથે સરખામણી ન કરવી
મોટા ભાગે લોકોને એકબીજા સાથે સરખામણી કરવાની આદત હોય છે. જે પાર્ટનરને નિરાશા આપે છે,તેમજ સંબંધ કમજોર પડી જાય છે. તેથી કોઇની સાથે સરખામણી કરવાને બદલે એકબીજા પ્રત્યે વિશ્વાસ રાખીને પોતાના સંબંધો પર ધ્યાન આપવું.
પતિ-પત્નીના સંબંધોને સફળ બનાવતી ચાવીઓ
Views 82