અલીબાબાના કો-ફાઉન્ડર, સીઈઓ જૈક થશે નિવૃત્ત

Views 72

ચીનની સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઇટ અલીબાબાન કો-ફાઉન્ડર અને સીઈઓ જૈક મા સોમવારે નિવૃત્ત થશે. આજ દિવસે તેઓ 54 વર્ષના પણ થઈ જશે. તેઓ 40 બિલિયન ડોલર (2.88 લાખ કરોડ રૂપિયા) નેટવર્થ ધરાવતા ચીનના સૌથી અમીર વ્યક્તિ છે.
1999માં અલીબાબા શરૂ કરતાં પહેલા જૈક અંગ્રેજીના શિક્ષક હતા. તેઓએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ સાથી અરબપતિ બિલ ગેટ્સની જેમ પોતાના નામથી ફાઉન્ડેશન શરૂ કરવા માંગે છે, જે શિક્ષા પર કેન્દ્રિત હશે. તેઓએ કહ્યું કે બિલ ગેટ્સ પાસેથી ઘણું શીખવાનું છે. હું તેમની જેમ અમીર તો નહીં બની શકું પરંતુ એક બાબતે તેમનાથી સારું કરી શકું છું. તે એ છે કે તેમનાથી પહેલા નિવૃત્ત થઈ શકું છું
યુનિવર્સિટી પરીક્ષામાં બે વાર ફેલ થયા હતા

જૈક માને જાણનારા શિક્ષાને લઈને તેમના ફોકસ પર હેરાન થી. ચીનની યુનિવર્સિટી પરીક્ષામાં બે વાર ફેલ થયા હતા. તેઓ જણાવે છે કે હું સારો સ્ટુડન્ટ નહોતો, પરંતુ મેં સતત સુધારો કર્યો. આપણે હંમેશા શીખીએ છીએ. હવે હું પોતાનો વધુ સમય તેને જ આપવા માંગું છું. તેઓ પહેલા એવા વિદેશી કારોબારી છે, જેમને ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ મળ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *