ITના દરોડાની તપાસમાં સતત ત્રીજા દિવસે વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા

Views 147

સુરતમાં IT દરોડામાં સતત ત્રીજા દિવસે તપા

પ્રાથમિક તપાસમાં જ અનેક વાંધાજનક દસ્તાવેજો મળ્યા

10 લોકર સીલ, સંચાલકોના નિવેદન લેવાનું શરૂ

સુરતમાં IT દરોડામાં સતત ત્રીજા દિવસે તપાસ શરૂ છે. જેમાં પ્રાથમિક તપાસમાં જ અનેક વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે. તેમાં 10 લોકર સીલ કરવામાં આવ્યા છે. તથા સંચાલકોના નિવેદન લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે આજે પણ તપાસ પૂરી થઇ શકી નથી. આગામી દિવસોમાં તપાસ પૂર્ણ થયા બાદ લોકરમાંથી રોકડ કે દાગીના ઉપરાંત દસ્તાવેજ મળે તો તેની પણ તપાસ કરવામાં આવનાર છે.

70થી વધુ અધિકારીઓની 40 સ્થળે તપાસ શરૂ
અમદાવાદ અને સુરત ITના 70થી વધુ અધિકારીઓની 40 સ્થળે તપાસ શરૂ છે. જેમાં ચાર મહિના બાદ ડીઆઇ વિંગ દ્વારા સર્ચ કરવામાં આવતા બિલ્ડર લોબીમાં ફફડાટ છે. તેમાં સંગીની ગ્રુપપ, અરીહંત ગ્રુપ, અશેષ શાહ, મહેન્દ્ર ચંપક ગ્રુપ, કિરણ સંઘવી, હોમલેન્ડ ગ્રુપ સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં પણ તપાસ શરૂ છે.
ઘર, ઓફિસ પર પણ તપાસ હાથ ધરી
ઉલ્લેખનિય છે કે આઇટીની ડીઆઇ વિંગે પાંચ ગ્રુપ પર તપાસ કરવાની સાથે સાથે તેઓની સાથે જોડાયેલાઓને ત્યાં પણ સવારથી જ તપાસ શરૂ કરી હતી. તેમાં કુલ 40 સ્થળ પર તપાસ કરીને દસ્તાવેજ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે સાથે ઘર, ઓફિસ પર પણ તપાસ હાથ ધરીને જરૂરી દસ્તાવેજ કબજે કરવાની કામગીરી કરી છે. આ તમામ દસ્તાવેજ કબજે કર્યા બાદ આવકવેરા રિટર્નમાં કયા કયા દસ્તાવેજનો ઉલ્લેખ કરાયો છે તેની તપાસ કર્યા પછી જ કેટલાની કરચોરી કરાઇ છે તેની હકીકત બહાર આવી શકે તેમ છે.

પાંચ બિલ્ડર અને ફાયનાન્સરને દરોડા
કોરોનાકાળ બાદ જમીન અને કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં ધીમે ધીમે સારી એવી ઘરાકી નીકળતા ઇન્કટેક્સની ડીઆઇ વિંગે પાંચ બિલ્ડર અને ફાયનાન્સરને ત્યાં વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી. તેમાં સુરત અને અમદાવાદ આઇટીના 70થી વધુ અધિકારીઓએ 40 જગ્યા પર દરોડા પાડીને દસ્તાવેજ જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ હોવાની વિગતો જાણવા મળી છે. તેમજ આગામી એકાદ બે દિવસ સુધી પૂરતી તપાસ કરાશે.

વધુમાં વધુ ચોરી પકડાય તે પ્રમાણેની કાર્યવાહી
કોરોનાકાળ દરમિયાન જમીનના મોટાપાયે સોદા કરાયા હોવા છતાં નિયમ પ્રમાણે ઇન્કમટેક્સ ભરપાઇ કરવાનો થતો હોય તે ભર્યો નહોતો. તેમજ કેપિટલ ગેઇન ટેક્સ ભરવામાં પણ ચોરી કરી હોવાની વિગતોના આધારે સુરત ઇન્કમટેક્સ ડીઆઇ વિંગના અધિકારીઓએ પાંચ બિલ્ડર અને ફાયનાન્સરને ત્યાં વહેલી સવારથી જ દરોડા પડાયા હતા. આ દરોડામાં કોરોના કાળ દરમિયાન કરાયેલા જમીનના સોદા તેમજ વેચેલી દુકાન, ઓફિસ અને ઘરને લગતા પુરાવા જપ્ત કરાયા છે. આઇટીના અધિકારીઓને જમીનના સોદાની ચોપડીઓ પણ મળી છે. જેથી આગામી દિવસોમાં તેની પણ તપાસ કરીને વધુમાં વધુ ચોરી પકડાય તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *