અમેરિકામાં વ્યાજ દર વધતાં સોનાના ભાવમાં ઝડપી ઘટાડો: ચાંદીમાં પણ થયેલી પીછેહટ

Views 66

મુંબઈ સોના- ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો સામે ચાંદીના ભાવ પણ વધતા અટકી ફરી નીચા ઉતર્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં વધ્યા ભાવથી ઘટાડો બતાવતા હતા. અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરો વધારવામાં આવતાં તેના પગલે વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાયા હતા અને ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોવાળી વેંચવા નિકળ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણાના ઝવેરીબજારોમાં પણ આજે નવી માગના અભાવે ઉછાળે માનસ વેંચવાનું રહ્યું હતું. શ્રાધ્ધ પક્ષના પગલે ઝવેરીબજારના વેપારો ધીમા રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વબજારમાં ડોલરનો ઈન્ડેક્સ વધી ૯૪ની સપાટી વટાવી ગયો હતો. મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૭૨.૬૧ વાળા આજે વિશ્વબજાર પાછળ ઉંચામાં રૂ.૭૨.૮૧ થયા પછી ઉછાળે સરકારી બેન્કો તથા નિકાસકારો ડોલર વેંચવા નિકળતાં ડોલરના ભાવ ફરી ઘટી નીચામાં રૂ.૭૨.૩૮ થઈ છેલ્લે બંધ રૂ.૭૨.૫૯ બોલાઈ રહ્યા હતા.
ચાંદીના ભાવ ઘટતાં વિશ્વબજારમાં કોપરમાં પણ પીછેહટ
વિશ્વબજારમાં ડોલર ઉંચકાતાં સોનાના ભાવ ઘટયા હતા. મુંબઈ બજાર પણ નરમ હતી. મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૦૬૮૦ વાળા રૂ.૩૦૬૨૦ બંધ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૩૦૮૩૦ વાળા રૂ.૩૦૭૭૦ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા જેટલા ઉંચા રહ્યા હતા. વિશ્વબજાર નરમ હતા. મિશ્ર બજારમાં આજે ઔંશદીઠ સોનાના ભાવ ઉંચામાં ૧૧૯૮.૨૦ ડોલર રહ્યા પછી નીચામાં ભાવ ૧૧૯૦.૧૦ થઈ સાંજે ભાવ ૧૧૯૦.૪૦ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ પણ ઉંચામાં ૧૪.૪૪ ડોલર રહ્યા પછી નીચામાં ભાવ ૧૪.૨૫ થઈ સાંજે ભાવ ૧૪.૨૭ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ મુંબઈ ઝવેરીબજારમાં આજે ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર ૯૯૯ના રૂ.૩૭૫૩૫ વાળા રૂ.૭૭૩૪૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૦૫૦થી ૩૭૧૦૦ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૦૫૦થી ૧૧૦૦ જેટલા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ વધ્યા પછી નરમ પડતાં અન્ય કરન્સીઓ પણ માઈનસમાં બંધ રહી હતી. બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે ૧૫ પૈસા ઘટી રૂ.૯૫.૩૧થી ૯૫.૩૨ રહ્યા હતા જ્યારે યુરોના ભાવ ૨૮ પૈસા ઘટી રૂ.૮૪.૯૯થી ૮૫.૦૦ બોલાઈ રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *