સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરની અનેક પ્રતિકૂળતાઓ પાછળ મુંબઈ શેરબજારમાં વેચવાલીના ભારે દબાણના પગલે સપ્ટેમ્બર માસ દરમિયાન સેન્સેક્સમાં છ ટકાનું ગાબડું નોંધાયું છે. તેની સાથોસાથ એક માસમાં રોકાણકારોની સંપત્તિમાંથી રૂા. ૧૪.૪૯ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે.
વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર, ક્રૂડના ઊંચા ભાવ, ફેડરલ રિઝર્વના વ્યાજ દર વધારા સહિતની અન્ય પ્રતિકૂળતાઓની ભારતીય શેરબજારમાં પર પ્રતિકૂળ અસર થઈ છે. બીજી તરફ ઘરઆંગણે નબળો રૂપિયો, ઇક્વિટીમાં પાછું ખેંચાઈ રહેવું રહેલું વિદેશી રોકાણ, નાણાં સંસ્થાઓ પર વધતું દબાણ, બેંકોની વધતી એનપીએ સહિતની અન્ય પ્રતિકૂળતાઓની બજાર પર ગંભીર અસર થવા પામી છે.
ઉદ્ભવેલ વિવિધ પ્રતિકૂળતાના પગલે સપ્ટેમ્બર માસમાં સેન્સેક્સમાં ૬ ટકાનું ગાબડું નોંધાતા તે ૨૬૨૨૭.૧૪ના મથાળે ઉતરી આવ્યો હતો. જ્યારે મિડકેપ ઇન્ડેક્સ ૧૩ ટકા તૂટી ૧૪૭૬૨ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ૧૩ ટકા તૂટીને ૧૪૬૪૩ની વર્ષની નીચી સપાટીએ ઉતરી આવ્યો છે. આ ઉપરાંત આગેવાન શેરોમાં પણ એક માસમાં નોંધપાત્ર ગાબડા નોંધાયા છે.
ેસેન્સેક્સમાં પીછેહઠના પગલે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) પણ એક માસમાં રૂા. ૧૪.૪૯ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું છે. ગત તા. ૩૧ ઓગસ્ટે બીએસઇ માર્કેટ કેપ રૂા. ૧૫૯.૩૫ લાખ કરોડ હતું તે આજે કામકાજના અંતે ઘટીને ૧૪૪.૮૬લાખ કરોડ રહ્યું હતું.
સપ્ટેમ્બર માસમાં જ રોકાણકારની સંપત્તિમાં રૂા. 14.49 લાખ કરોડનું ધોવાણ
Views 84