Instagram નથી કરી રહ્યું કોઈપણ Repost ફિચરનું ટેસ્ટિંગ

Views 79

છેલ્લાં થોડાં વખતથી એવી વાતો સામે આવી રહી છે કે સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહી છે. જેના ભાગરૂપે તે હવે યુઝર્સને એવી તક આપશે કે તેઓ બીજાની પોસ્ટને ફરી શેર કરી શકશે. જો કે આવી તમામ વાતોને અફવા ગણાવતા ઈન્સ્ટાગ્રામે આવા કોઈ ફિચરના ટેસ્ટિંગની વાતને રદીયો આપ્યો છે.
એક રિપોર્ટમાં કહેવાયું છે કે ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સની ફીડમાં મોટાં ચેન્જિસ લાવી રહ્યું છે. આ ચેન્જ પછી ઈન્સ્ટાગ્રામમાં નેટિવ રિપોસ્ટિંગનું ફિચર લૉન્ચ થશે તેવું કહેવામાં આવ્યું હતું. જેનાથી યુઝર્સ બીજાની પોસ્ટને પોતાના એકાઉન્ટ ફીડ પર શેર કરી શકશે.
ઈન્સ્ટાગ્રામ પ્રવક્તાએ આ માહિતીને ખોટી ગણાવીને કહ્યું હતું કે અમે આવા કોઈપણ નવા ફિચર પર કામ નથી કરી રહ્યાં.

ઉલ્લેખનીય છે કે હાલમાં પણ યૂઝર્સ બીજાની પોસ્ટને શેર કરી શકે છે. જો કે આ માટે એમણે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડે છે. જો અફવા સાચી હોત તો યૂઝર્સને થર્ડ પાર્ટી એપ વિના જ બીજા યૂઝર્સની પોસ્ટને રિપોસ્ટ કરવાની તક મળી જતી.
આની પહેલાં પણ ઈન્સ્ટાગ્રામે જૂનમાં એક નવું ફિચર એડ કર્યું હતું, જેનાથી સ્ટોરી શેર કરી શકાય છે. એમાં ટેગ સ્ટોરીને રિપોસ્ટ કરવાની સુવિધા છે. ઈન્સ્ટાગ્રામ ઘણાં નવા ફિચર લાવી રહ્યું છે અને એ માટે કેટલાક ફેરફારો કરી રહ્યુ છે અને તે અંગેની ચકાસણી ચાલી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *