જાણો Gmailના 5 નવાં ફિચર્સ;ઈન્ટરનેટ વિના કરી શકાશે Mail,

Views 69

ગૂગલે પોતાના ઓફિશિયલ બ્લોગમાં જીમેલના આ નવા ફિચર્સ વિશે ઘણુ બધુ જણાવ્યુ છે. જે તમારે પણ જાણી લેવું જોઈએ, જેથી ઈમેલ્સનું મેનેજમેન્ટ કરવાનું આપણાં સૌ માટે સરળ બની જાય.
1. ઈન્ટરનેટ વિના પણ કરી શકાશે જીમેલનો ઉપયોગ
જી હા, આ ચોંકાવનારી સગવડ જીમેલ પોતાના યુઝર્સને આપી રહ્યું છે. તમે ઓફિસમાં હોવ કે ઘરની બહાર ગમે ત્યાં હોવ જો તમારે જીમેલ વાપરવું હોય તો તમારે જીમેલ એકાઉન્ટમાં ઓફલાઈન મોડ એક્ટિવેટ કરી દેવો. આ માટે એકાઉન્ટ લોગ ઈન કર્યા પછી આ લિંક પર જાઓ – https://mail.google.com/mail/u/0/#settings/offline અથવા તો જીમેલમાં ગિયાર આઈકૉન પર ક્લિક કરીને સેટિંગ્સ અને પછી ઓફલાઈન મોડમાં જાઓ.
આ મોડને એક્ટિવેટ કર્યાં પછી તમે ઈન્ટરનેટ વગર પણ ઇમેલનો યૂઝ કરી શકશો. આ માટે તમારે તમારા બ્રાઉઝરમાં mail.google.com લિંક પર બુકમાર્ક કરી લેવું જોઈએ. આ મોડથી મોકલવામાં આવેલો કોઈપણ નવો મેલ કે રિપ્લાય ઇન્ટરનેટથી કનેક્ટ થતાં જ આપમેળે સેન્ડ થઈ જશે.
2. જીમેલ કહેશે કે કયા મેલ છે ઈમ્પોર્ટટન્ટ
જીમેલનું આ નવું ફિચર મશીન લર્નિંગ પ્રોગ્રામના આધારે યુઝર્સની હેબિટ કે ખાસ કોન્ટેક્ટના ઈમેલ પર નવું હાઈલાઈટર બનાવી દેશે. જેથી ઈનબૉક્સ પર જતાં જ યુઝરને ખ્યાલ આવી જશે કે એણે કયો મેલ પહેલા વાંચવો જોઈએ કે એનો રિપ્લાય આપવો જોઈએ. જો તમારી પાસે એને વાંચવાનો કે રિપ્લાય આપવાનો ટાઈમ ના હોય તો એ મેલને મોબાઈલ એલાર્મની જેમ થોડાં સમયે સ્નૂઝ કરી શકો છો.
3. સ્માર્ટ કંપોઝ ફિચરથી ઈમેલ લખવાનું અને રિપ્લાય આપવાનું સહેલું થઈ જશે
જીમેલનું આ નવું ફિચર તાત્કાલિક રિપ્લાય માટે સુપર છે. મેલ બૉક્સમાં તમને નવો મેલ લખવા માટે સ્માર્ટ કંપોઝ અને રિપ્લાય માટે સ્માર્ટ રિપ્લાય એમ બે ઓપ્શન દેખાશે. આના થકી ગૂગલ AIનો ઉપયોગ કરીને તમને લખાણ માટેના વાક્યો પણ સજેસ્ટ કરશે.
4. ઈનબૉક્સને બંધ કર્યા વિના બીજા કામો કરી શકાશે
આ નવા ફિચરની ખાસિયત એ છે કે તેમાં તમે મેલ વાંચતી વખતે અચાનક કોઈ કામ યાદ આવે તો વાંચનને છોડીને કેલેન્ડરથી લઇને ગૂગલની બીજી તમામ સર્વિસિસનો ઉપયોગ કરી શકશો. મહત્વની વાત એ છે કે આ બીજી સર્વિસિસનો ઉપયોગ કર્યાં છતાં તમારું ઇનબૉક્સ એમને એમ ઓપન રહેશે.
5. તમારી અંગત માહિતી રહેશે સુરક્ષિત
તમારામાંથી કોઈ એવું નહીં હોય જેમને ક્યારેય સ્પેમ મેલ કે વાયરસ એટેચમેન્ટવાળા ઇમેલ્સ ના આવ્યાં હોય. આવામાં ગૂગલ હવે યૂઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને દમદાર એલર્ટ મેસેજ આપશે. એટલે કે જો કોઈ સ્પેમ, પિશિંગ ઇમેલ કે વાયરસ એટેચમેન્ટ મેલ ખોલવાનો ટ્રાય કરો તો ગૂગલ પેજ પર લાલ રંગનો એલર્ટ મેસેજ દેખાશે, જેથી તમે એ મેલના જોખમથી બચી શકો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *