14 મહિના બાદ વનડેમાં ‘સર જાડેજા’નું ધમાકેદાર કમબેક, 29 રનમાં 4 વિકેટ

Views 91

ગતવર્ષે 7 જુલાઈ બાદ પોતાની પ્રથમ વનડે મેચ રમી રહેલા રવિન્દ્ર જાડેજાએ એશિયા કપમાં બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાને ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના સ્થાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જાડેજાએ તેને લાંબા સમય પછી મળેલી તકનો સંપૂર્ણ રીતે ફાયદો ઉઠાવતા વર્લ્ડકપ 2019 માટે પોતાની દાવેદારી મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. જાડેજાએ બાંગ્લાદેશના મિડલ ઓર્ડરને નુકસાન પહોંચાડ્યું અને તેમને મોટો સ્કોર કરતા અટકાવ્યા હતા. જાડેજાને 10મી ઓવરમાં બોલિંગ આપવામાં આવી. શાકિબ અલ હસન (17 રન)એ બે ચોગ્ગા થકી તેનું સ્વાગત કર્યું, જોકે જાડેજાએ પણ આવા સ્વાગતનો બદલો લીધો અને મોટો શોટ રમવા ગયેલો શાકિબ સ્કેવર લેગ પર શિખર ધવનને સરળ કેચ આપી બેઠો.
– જાડેજાએ મોહમ્મદ મિથુન (9)ને LBW આઉટ કર્યો અને પછી મુશ્ફિકુર રહીમ (45 બોલમાં 21 રન)ને સંઘર્ષપૂર્ણ ઈનિંગનો અંત આણ્યો, જેણે રિવર્સ સ્વિપ મારવાના પ્રયાસમાં શોર્ટ થર્ડમેનને કેચ આપ્યો હતો.
– જાડેજાની હાજરીને કારણે પાકિસ્તાન વિરુદ્ધ 3 વિકેટ ઝડપનારા કેદાર જાધવને બોલિંગની તક આપવામાં આવી નહોતી. જાડેજાએ પછી મોસાદિક હુસૈન(12)ને ધોનીના હાથે કેચ કરાવ્યો હતો જેને યુઝવેન્દ્ર ચહલે અગાઉ જીવંતદાન આપ્યું હતું. મહમૂદુલ્લાહ અને મોસાદિકે છઠ્ઠી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી.
– બાંગ્લાદેશની ટીમ 173 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *