ખમાસા ચારરસ્તા ઉપર આવેલા ટ્રાફિક પોલીસના બુથમાંથી 17 સપ્ટેમ્બર 2018ના સોમવારે સાંજે ગઠિયો 33 સેકન્ડમાં પોલીસનું એક્ટિવા ચોરી ગયો હતો. સાંજે 5 વાગ્યાને 5 મિનિટ અને 45 સેકન્ડે આ ચોર બુથમાં પાર્ક કરેલા એક્ટિવા પર બેઠો હતો. 15 સેકન્ડમાં તેણે એક્ટિવાનું ઈગ્નેશન લોક તોડી દીધું હતું. અને ડાબા પગથી એક્ટિવાનું સ્ટિયરિંગ લોક તોડી નાંખ્યું હતુ. ત્યાર બાદ એક્ટિવા લઇને જતો રહ્યો હતો.
ખમાસાના ટ્રાફિક બુથમાંથી પોલીસનું જ એક્ટિવા ચોરી
આ ચોરને એક્ટિવાનું લોક તોડતા કે એક્ટિવા લઇને જતા કોઇએ રોક્યો ન હતો. આ ઘટના અંગે કારંજ પીઆઈ એફ.એમ.નાયાબને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ખમાસા ખાતેનું ટ્રાફિક બુથ મારા વિસ્તારમાં જ આવે છે. પરંતુ ત્યાંથી એક્ટિવાની ચોરી થઇ હોવાની ફરિયાદ હજુ સુધી મારી પાસે આવી નથી. જો કે આ એક્ટિવા કોઇ મહિલા પોલીસ કર્મચારીનું હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું હતું.
અમદાવાદમાં ટ્રાફિક બુથમાંથી મહિલા કોન્સ્ટેબલનું એક્ટિવા ગઠિયો ચોરી ગયો
Views 56