બિહાર, પશ્ચિમ બંગાળ ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.5ની તીવ્રતા નોંધાઈ

Views 61

બિહાર, પશ્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયાં. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.5 નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈપણ પ્રકારના જાન માલના નુકસાનની ખબર નથી. મળતી માહિતી મુજબ લગભગ 25થી 30 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. તો બુધવારે સવારે જ હરિયાણાના ઝઝ્ઝરમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા જમ્મુ કાશ્મીર સુધી અનુભવાયા હતા.

હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં પણ આવ્યો હતો ભૂકંપ
– આ પહેલાં બુધવારે જ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.
– કાશ્મીરમાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી. ભૂકંપના કારણે કોઈ નુકસાનની ખબર નથી.
– કાશ્મીરમાં સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો
– જે બાદ લગભગ પોણા છ વાગ્યે હરિયાણાના ઝઝ્ઝર જિલ્લામાં 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *