સ્વાઈન ફ્લુથી ડરો નહીં, સાવચેતી રાખો

Views 60

ગિર સોમનાથ જિલ્લામાં સ્વાઈન ફ્લુ ના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. પરંતુ હવે મેડીકલ ક્ષેત્રે પ્રગતિ અને દવાઓ શોધાયા બાદ સ્વાઈન ફ્લુનો ઈલાજ શક્ય બન્યો છે. અને હવે સ્વાઈન ફ્લુથી મોત થવાના કિસ્સા ઘટી ગયા છે. છતાં સ્વાઈન ફલુ સામે સાવચેતી એ જ સારવાર ગણી શકાય. જેથી જીવલેણ સ્વાઈન ફ્લુથી બચી શકાય. જોકે હવે ભેજ યુક્ત વાતાવરણ માં જ પ્રસરતો સ્વાઈન ફ્લુને સરકારે સિઝનલ ફ્લુ તરીકે જાહેર કરી દિધો છે. તેની સામે દરેક મોટી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ માટે અલગ વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે.
સ્વાઈન ફ્લુના લક્ષણો:
-સખત તાવ આવવો
-માથું દુખવું
-શ્વાસ લેવામાં તકલીફ થવી
-છાતી કે પેટમાં દુખાવો કે દબાણ
-અચાનક મૂર્ચ્છા
-ગૂંચવણ
-ભારે અથવા સતત ઊલ્ટી
સ્વાઇન ફલુથી બચવા આ બાબતોની કાળજી રાખો
-છીંક સમયે મોઢે રૂમાલ રાખો
-વપરાયેલ ટીસ્યુને કચરામાં નાખો
-નિયમીત સાબુથી હાથ ધોવો
-લક્ષણ દેખાય તો ડોકટરને બતાવો
-ફલુ હોય તો અન્ય લોકોથી દૂર રહો
-ઘરે રહો, ભીડમાં જવાનું ટાળો
-હાથ તથા ગળે મળવાનું ટાળો
-ગંદા હાથથી ચહેરાને સ્પર્શ ન કરો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *