ટ્રેજડી કિંગના નામથી જાણીતા અભિનેતા દિલીપ કુમારને મંગળવારે મોડી રાત્રે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે 95 વર્ષના છે. ડોક્ટર્સ અનુસાર, તેમના છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ હતી. જોકે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ તેમનુ સ્વાસ્થ્ય લથડ્યું હતું. આ પહેલા ઓગસ્ટ 2017માં કિડની ઇન્ફેક્શનના કારણે એક અઠવાડિયા સુધી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાહતા. નવેમ્બર 2017માં તેમને માઇલ્ડ નિમોનિયા થયો હતો. આ અંગે પીપુલ્સ મેડિકલ કોલેજના પ્રોફેસર ઓફ મેડિસિન ડોક્ટર સુશીલ સિન્દે(MD મેડિસિન, MBBS)એ તમામ બાબતો અંગે ઝીણવટપૂર્વક જણાવ્યું છે.
આ કારણે થાય છે આ બીમારી
1) પ્રતિરોધકતા ક્ષમતા ઓછી થવી
2) સ્મોકિંગ કરવું
શા માટે થાય છે સ્વાસ્થ્ય ખરાબઃ બોડીમાં ઇમ્યુનિટી પાવર ઓછો થોવાથી નિમોનિયા થાય છે. સાથે જ સ્મોકિંગથી લંગ્સ ખરાબ થઇ જાય છે. જેના કારણે બોડીની પ્રતિરોધક ક્ષમતા વધુ ઓછી થઈ જાય છે.
દિલીપ કુમારની તબીયત લથડી 95 વર્ષની ઉંમરે બીમારી સામે લડી રહ્યાં છે
Views 65