કોર્ટ કોઇ પિકનિક પ્લેસ નથી, ૧૦ લાખનો દંડ ભરો: આઇટી વિભાગનેસુપ્રીમનો આદેશ

Views 66

સુપ્રીમ કોર્ટે આઇટી વિભાગ સાથે સંકળાયેલા એક કેસની સુનાવણી વેળાએ આક્રામક વલણ અપનાવ્યું હતું અને વિભાગ પર ૧૦ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સાથે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે આ સુપ્રીમ કોર્ટ છે કોઇ પિકનિક સ્પોટ નહીં.
સુપ્રીમ કોર્ટમાં આઇટી વિભાગે આપેલો જવાબ જુઠો નિકળતા આ દંડ ફટકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મદન બી. લોકુર, એસ. અબ્દુલ નજીર, દીપક ગુપ્તાની બેંચે આ દંડ ફટકાર્યો હતો સાથે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના મામલાને ગંભીરતાથી નથી લઇ રહી તેમ કહ્યું હતું.
આઇટી વિભાગ દ્વારા જે અપીલ દાખલ કરવામાં આવી છે તે ૫૯૬ દિવસ મોડી છે. આટલા સમય સુધી અપીલ કેમ ફાઇલ ન કરાઇ તે અંગેનો જવાબ આપતી વેળાએ આઇટી વીભાગે એવી દલીલ કરી હતી કે આ જ પ્રકારનો એક કેસ સુપ્રીમ કોર્ટમાં ૨૦૧૨થી પેન્ડિંગ છે.
જોકે આઇટી વિબાગે જે કેસ પેન્ડિંગ હોવાનું કહ્યું હતું તેનો નિકાલ ૨૦૧૨માં જ સુપ્રીમ કોર્ટે કરી નાખ્યો હતો. એટલે કે આઇટી વિભાગે જુઠી માહિતી સુપ્રીમ કોર્ટમાં આપીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બેંચે કહ્યું કે આ સુપ્રીમ કોર્ટ છે, અહીં આ રીતે વર્તન ન કરો. આ સુપ્રીમ કોર્ટ છે કોઇ પિકનિક સ્થળ નથી.
કોર્ટ સમક્ષ આપેલા નિવેદન ગેમાર્ગે દોરનારા છે. અમને આશ્ચર્ય છે કે કેન્દ્ર સરકાર હસ્તકના આઇટી વિભાગ દ્વારા આ મામલાને અતી હળવાશથી લેવામાં આવી રહ્યો છે.
બાદમાં સુપ્રીમ કોર્ટે આઇટી વિભાગને આગામી ચાર સપ્તાહમાં ૧૦ લાખ રુપિયાનો દંડ ભરવાનો આદેશ જારી કર્યો હતો. આ દંડની રકમને જુવેનાઇલ જસ્ટિસને લગતા મામલામાં ખર્ચ કરવામાં આવશે. ગાઝિયાબાદના આ આઇટી વિભાગે અલ્લાહાબાદ હાઇકોર્ટના એક આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ઇન્કમટેક્સ ટ્રિબ્યલના ઓર્ડરની સામે આઇટી વિભાગે અલ્લાહાબાદ હાઇકોર્ટમાં જે અપીલ કરી હતી તેને રદ કરી દીધી હતી. જે બાદ હાઇકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો, જોકે આ આદેશને પડકારવામાં આઇટી વિભાગે ૫૯૬ દિવસનો સમય લઇ લીધો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે આ મામલે વિભાગનો ઉધડો લીધો હતો. સાથે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર કે જેની હેઠળ આ વિભાગ આવે છે તે મામલાને અતી હળવાશથી લઇ રહી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *