કાયદાના રખેવાળને જ કરાવ્યું કાયદાનું ભાન

Views 70

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સફાઈ અને ટ્રાફિક ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમન ભંગ કરતી સામાન્ય જનતાની સાથે સાથે કાયદાની રખેવાળ કરતી પોલીસ પણ રડારમાં આવી છે. આ પોલીસકર્મીઓ કાયદાનું પાલન કરે છે કે નહીં તે જાણવા માટે ગુરુવારે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી. આ ડ્રાઈવમાં કેટલાક પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા દેખાયા હતા. ટ્રાફિકની આ ડ્રાઈવ ગાયકવાડ હવેલી ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ કમિશનર શાહીબાગ, એલિસબ્રીજ પોલીસ લાઈન અને રાયખડ પોલીસ લાઈન પાસે યોજાઈ હતી જેમાં માત્ર 3 કલાકમાં 53 પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
ટ્રાફિક નિયમોનો ભંગ કરતી પોલીસ પાસેથી રૂ.5300નો દંડ વસુલવામાં આવ્યો હતો. સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરનારા પોલીસકર્મીઓને ચલાન આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો તેવી આ પહેલી ઘટના છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *