સ્વચ્છતામાં નંબર 1નો નિર્ધાર,અમદાવાદ મ્યુનિ. પાસે કચરો જુદો પાડવાની વ્યવસ્થા જ નથી

Views 61

 સ્વચ્છતામાં આ વર્ષે મ્યુનિ.એ નંબર વનનો નિર્ધાર કર્યો છે પણ ‘દિવ્ય ભાસ્કરે’ સર્વેક્ષણના પેરામીટર્સની તપાસ કરતા સફાઈ વ્યવસ્થામાં ક્ષતિ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. કચરા માટેની ડોર ટુ ડોરની વ્યવસ્થા, રોડ સફાઈ, યુરીનલ સફાઈ-વ્યવસ્થા, સેગરીગેશન (લીલો-સૂકો કચરો અલગ કરવો), કચરાનું દૈનિક ધોરણે પ્રોસેસીંગ, રોડ પર કન્ટેનરોની સ્થિતિથી માંડી તમામ પેરામીટર્સમાં ધરમૂળથી ફેરફાર કરવો જરૂરી છે. ત્રણ વર્ષમાં માત્ર મશીનરી ખરીદવા પાછળ 50 કરોડ ખર્ચાયા પરંતુ એકપણ પ્રોસેસિંગ પ્લાન્ટ ઉભા કરાયા નથી. મ્યુનિ. લોકો પાસેથી ઘરેથી જ લીલો-સૂકો કચરો અલગ આપે તેવો આગ્રહ રાખે છે પણ રેફયુઝ સ્ટેશનમાં કચરો અલગ પાડવાની વ્યવસ્થા ન હોવાથી ડમ્પિંગ સાઈટ પર ભેગો ઠલવાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *