મેચ હાર્યા બાદ સરફરાઝને રમીઝ એ કહ્યું- આરામથી પાકિસ્તાન જજો!

Views 74

બાંગ્લાદેશે પાકિસ્તાનને 37 રને હરાવી એશિયા કપમાં તેમની સફરને પુરી કરી હતી. હવે બાંગ્લાદેશ ફાઇનલમાં શુક્રવારે ભારત સામે ટકરાશે. પાકિસ્તાન હાર સાથે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયુ છે. મેચ બાદ રમીઝ રાજાએ પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ સાથે વાતચીત કરી હતી.
ટૂર્નામેન્ટમાં અમે ખરાબ રમ્યા
સરફરાઝે જણાવ્યું, ‘આ હાર બાદ હું સારૂ અનુભવી નથી રહ્યો, મારા હિસાબથી એક ટીમ તરીકે આ ટૂર્નામેન્ટમાં સારૂ નથી રમ્યા, અમારૂ પ્રદર્શન ઘણુ ખરાબ હતું. સાથે જ કેપ્ટન તરીકે મારૂ પ્રદર્શન પણ ખરાબ રહ્યું, જો ટીમને આગળ લઇ જવી હતી કો મારે સારૂ પ્રદર્શન કરવુ જોઇતુ હતું, આ કારણે જ અમે ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છીએ.’
રમીઝ રાજાએ આગળ પૂછ્યુ કે અંતે એવી કઇ વાત હતી જેને કારણે પાકિસ્તાનની ટીમ 10 દિવસની અંદર પુરી રીતે ધ્વસ્ત થઇ ગઇ.આ મામલે સરફરાઝે કહ્યું, ‘એક હિસાબથી જોઇએ તો અમે ત્રણેય વિભાગ ફિલ્ડિંગ, બેટિંગ અને બોલિંગમાં સારૂ પ્રદર્શન નથી કર્યુ, સાથે જ ફખર જમાન પણ સારૂ પ્રદર્શન નહતો કરી શક્યો અને આ ટૂર્નામેન્ટમાં ખરાબ ફોર્મ સામે ઝઝુમતો રહ્યો, પરંતુ અહીથી એક શીખ મળે છે કે અમારે મોટી ટીમોને હરાવવી છે તો સારી બેટિંગ કરવી પડશે.’ અંતમાં રમીઝે સરફરાઝને કહ્યું, “પાકિસ્તાન આરામથી જજો.” જેની પર સરફરાઝે હસતા જવાબ આપ્યો, હવે તો એવુ જ છે, રમીઝ ભાઇ’

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *