પંચમહાલ:- કાલોલ તાલુકા બેઢિયા ગામના મહેશભાઈ ચૌહાણે બેઢિયા ગામમાં પીએચ.ડી.ની પદવી મેળવનાર પ્રથમ યુવાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે

Views 70

પંચમહાલ:- કાલોલ તાલુકા બેઢિયા ગામના મહેશભાઈ ચૌહાણે બેઢિયા ગામમાં પીએચ.ડી.ની પદવી મેળવનાર પ્રથમ યુવાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે
બેઢિયા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીવિજયસિંહ બળવંતસિંહ ચૌહાણના સુપુત્ર શ્રીમહેશ ચૌહાણે “ગ્રામીણ મહિલાઓના આરોગ્યની સ્થિતિ અને સમસ્યાઓ: એક સમાજશાસ્ત્રીય અભ્યાસ વિષય પર સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ અને અનેક રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનીત ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી પ્રોફે. (ડૉ.) રમેશ એચ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી સંશોધન કરી બેઢિયા ગામમાં પીએચ.ડી.ની પદવી મેળવનાર પ્રથમ યુવાન તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
વિવિધ સામાજિક પાસાઓ અને સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્યોનો આધાર લઈને તેમને પોતાના પીએચ.ડી. મહાશોધ નિબંધમાં પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની આરોગ્ય વિષયક સ્થિતિ કેવી છે અને તેમને કેવી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે વાસ્તવિકતાઓનું પ્રત્યક્ષીકરણ કરાવ્યું છે. સાથે જ ગ્રામીણ મહિલાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલ આ અભ્યાસના તારણો જિલ્લા તેમજ તાલુકા કક્ષાની આરોગ્ય શાખાઓ, આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરતી જુદી-જુદી એનજીઓ, સ્થાનિક આરોગ્યના કર્મચારીઓ તેમજ ભવિષ્યમાં ગ્રામીણ મહિલાઓના આરોગ્ય સંદર્ભે નીતિ વિષયક નિર્ણયો લેવામાં ખૂબ ઉપયોગી નીવડે તેમ છે. આ ઉપરાંત ગ્રામીણ મહિલાઓના આરોગ્યની જાળવણી માટેના કેટલાક સૂચનો પણ તેમને પોતાના પીએચ.ડી. મહાશોધ નિબંધમાં કર્યા છે. ગ્રામીણ મહિલાઓના આરોગ્ય માટે ખાસ મહત્ત્વની ગણાતી બાબતોમાં પોતાના આરોગ્ય પ્રત્યેની વ્યક્તિગત ઉદાસીનતા, આર્થિક અને કૌટુંબિક બાબતોને કારણે આરોગ્ય પર થતી અસરો તેમજ વ્યક્તિગત જાગૃતિનો અભાવ, અંધશ્રદ્ધાને કારણે આરોગ્ય પર પડતી અસરો વગેરે જેવી બાબતો પર પ્રકાશ પાડવાનો પ્રયત્ન કર્યો છે. મહેશ ચૌહાણ હાલ સરકારી વિજ્ઞાન અને આર્ટ્સ કોલેજ મોરવા (હડફ) ખાતે સમાજશાસ્ત્ર વિષયના મુલાકાતી વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
રીપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *