પંચમહાલ:-કાલોલ નગરપાલિકા ખાતે મોદીજીના ૭૦માં જન્મ દિવસ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો.

Views 69

પંચમહાલ:-કાલોલ નગરપાલિકા ખાતે મોદીજીના ૭૦માં જન્મ દિવસ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવ્યો.
ભારત ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના ૭૦માં જન્મદિવસ પ્રસંગે સેવા_સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત આજરોજ કાલોલ નગરપાલિકા ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી.જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કાલોલ બ્રાન્ચ નું શુભારંભ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કાલોલ ના ધારાસભ્ય શ્રી સુમનબેન ચૌહાણ,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી પુષ્પાબેન,ઉપપ્રમુખ કૃષ્ણકાંત પરમાર ,નગરપાલિકા સદસ્યો તથા કાલોલ નગર અને આજુબાજુના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હાજર રહ્યાં હતાં.તથા કાલોલ ડૉક્ટર સેલના ડૉ. યોગેશભાઈ પંડ્યા,ડૉ. પ્રકાશભાઈ ઠકકર, ડૉ. કિરણભાઈ વગેરે હાજર રહ્યા હતાં અને કોરોના થી બચવા માટે હોમિયોપેથીક દવા આરસેનિક આલ્બ ના ૭૦૦૦૦ ડોઝ નું વિતરણ કરવામાં આવ્યું.
આજરોજ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ,કાલોલ ધારાસભ્ય શ્રી સુમનબેન ચૌહાણ ,કાલોલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ કૃષ્ણકાંત પરમાર દ્ધારા બ્લડ ડોનેટ કરીને અન્ય યુવાનોને પણ ઉત્સાહ આપ્યો હતો.તેમાં કુલ ૩૬ યુનિટ બ્લડ એકત્ર થયું.
રિપોટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *