પાલનપુર શહેર પૂર્વ પોલીસ દ્વારા એક દેશી બનાવટની પિસ્તોલ તથા એક જીવતો કાર્ટીજ સાથે એક આરોપી ની કરી અટકાયત…..
દેશી ફનાવટ ની પિસ્તોલ નંગ-1 કિંમત રૂ.25000 તથા જીવતો કાર્ટીજ નંગ-1કિંમત રૂ.110 એમ કુલ રૂ.25110 ના મુદ્દામાલ સાથે એક આરોપી ની કરી ધરપકડ….
બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ નાઓની સુચના અન્વયે i/c નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર ના આર.કે.પટેલ ના માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા સારૂં પો.ઇન્સ ડી.આર.ગઢવી પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ ના માણસો સાથે આજરોજ મિલ્કત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા સારૂં મળેલ સુચના અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન ફરતા ફરતા પાલનપુર જનતા નગર ચાર રસ્તા પાસે આવતાં ખાનગી રાહે બાતમી હકીકત આધારે એક ઈસમ ને પકડી પાડી પકડાયેલ આરોપી નદીમભાઈ ઇસુફભાઈ ચૌહાણ રહે.પાલનપુર, જુનાડાયરા ફોફળીયા કુવા ,પાલનપુર ,બનાસકાંઠા વિરુદ્ધ પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન માં આર્મ એકટ કલમ 25(1-બી) તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ના કામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરી માં પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર ડી.આર.ગઢવી તથા એ.એસ.આઈ રઘુવીરસિંહ,હેડ કોન્સટેબલ રણજીતસિંહ તથા હેડ.કોન્સટેબલ રાજેશકુમાર તથા હેડ.કોન્સટેબલ પ્રતાપસિંહ તથા જયદીપદાન તેમજ પો.કોન્સટેબલ અશ્ર્વીનસિંહ,પ્રકાશભાઈ,ગુલાબસિંહ,હર્ષદભાઈ,સંજયસિંહ,
ગૌરવકુમાર,કનકસિંહ,જયેશદાન વિગેરે જોડાયેલ હતા….
બ્યુરો રિપોર્ટ રતનસિંહ ઠાકોર બનાસકાંઠા
પાલનપુર શહેર પૂર્વ પોલીસ દ્વારા એક દેશી બનાવટની પિસ્તોલ તથા એક જીવતો કાર્ટીજ સાથે એક આરોપી ની કરી અટકાયત…..
Views 63