કોમી એકતાની એક અનોખી મિસાલ:ડીસાના ઝેરડાનો એક મુસ્લિમ પરિવાર દિવાળી પર કોડિયા બનાવી અજવાળે છે અસંખ્ય હિન્દુ ઘરો, માટીના દિવા બનાવવાનો છે પરંપરાગત વ્યવસાય

Views 167

દિવાળી પર તમામ હિન્દુઓ પોતાના ઘરોને દિવડાથી શણગારે છે
ચાઇનીઝ લાઇટો અને કોરોનાના કારણે દિવસે દિવસે ઘટી રહી છે આ પરંપરાગત કોડિયાઓની માંગ
લોકોના ઘરોને પોતાના દિવાઓથી રોશન થતાં જોઈને આ પરિવારના મુખ પર રેલાય છે સંતોષનું હાસ્ય

ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. આ દેશમાં અલગ અલગ ધર્મના લોકો વસવાટ કરે છે અને તેમના તહેવારો પણ સાથે મળીને ઊજવતાં હોય છે. આ તહેવારોની ઉજવણીમાં પણ દેશમાં વસતા અલગ અલગ ધર્મના લોકો ક્યાંકને ક્યાંક જોડાયેલા હોય છે. બનાસકાંઠા જીલ્લામાં આવી જ કોમી એકતાની મિસાલ એક મુસ્લિમ પરિવાર પૂરી પાડી રહ્યો છે. આ મુસ્લિમ પરિવાર દ્વારા દિવાળીના તહેવાર પર દિવા બનાવવામાં આવે છે અને આ દિવા દેશ-વિદેશમાં વસતા હિન્દુઓ ખરીદે છે અને દિવાળીએ આ દિવડા પ્રગટાવીને પ્રકાશ ફેલાવે છે.

બનાસકાંઠા જીલ્લામાં આવેલા ડીસા તાલુકાના ઝેરડા ગામમાં રહેતા મોહમ્મદભાઈ સુમરાના પરિવાર અને આ પરિવારના સભ્યોનો પરંપરાગત વ્યવસાય માટીમાંથી દિવા બનાવવાનો છે. વર્ષો પહેલા પરંપરાગત રીતે આ પરિવાર માટીમાંથી દિવા બનાવતો હતો. પરંતુ સમય જતાં આ પરિવાર પણ આધુનિકતાના રંગે રંગાયો હતો અને બેન્કમાંથી લોન લઈને સાધન સામગ્રી વસાવીને કોડિયા બનાવવાનો નાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

જોતજોતામાં જ આ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કોડિયા ગુજરાત સહિત દેશભરમાં મશહૂર થવા લાગ્યા હતા. મોટા શહેરોના વેપારીઓ આ મુસ્લિમ પરિવાર પાસેથી કોડિયા ખરીદીને તેને પેઈન્ટ કરીને વિદેશ મોકલે છે એટ્લે બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામમાં એક મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતા આ માટીના કોડિયા દિવાળી દરમ્યાન સમગ્ર વિશ્વમાં જગમગી ઊઠે છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ચાઇનીઝ લાઇટો અને કોરોનાના કારણે દિવસે દિવસે આ પરંપરાગત કોડિયાની માંગ ઘટી રહી છે. પચાસથી વધુ લોકોને રોજગાર આપી રહેલો આ કોડિયાનો બિઝનેસ અત્યારે નાનો છે.

પરંતુ સરકારે જે રીતે સ્વદેશી વેપારને વેગ આપવા માટે સ્ટાર્ટ અપ ઈન્ડિયા શરૂ કર્યું છે, તેના અંતર્ગત આ વેપારને પણ સહયોગ આપવામાં આવે તો એકવાર ફરી આ કોડિયા બનાવવાનો નાનો ધંધો અસંખ્ય લોકોને રોજગારી આપી શકે છે.

દિવાળી હિન્દુઓનો તહેવાર છે અને દિવાળી પર તમામ હિન્દુઓ તેમના ઘરોને દિવાઓથી શણગારતા હોય છે. ત્યારે આ જ દિવા એક મુસ્લિમ પરિવાર બનાવી રહ્યો છે.

દિવાળીના તહેવાર પર જ્યારે હિન્દુઓ આ મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા દિવડા તેમના ઘરોમાં પ્રગટાવે છે ત્યારે દિવડા બનાવનાર આ મુસ્લિમ પરિવાર ખુશ થતો હોય છે અને એજ બિન સાંપ્રદાયિક ભારતની નિશાની છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *