નિષ્ઠુર જનેતા:રાજકોટમાં વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્વાનના મોં માંથી નવજાત બાળક મળ્યું,ટ્રેકટર ચાલકની નજર પડતા હોસ્પિટલે ખસેડાયુ

Views 145

બાળકને શા માટે ફેંકી દેવામાં આવ્યું એ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી.

ફાઈલ તસવીર - Divya Bhaskar

                                                                                  ફાઈલ તસવીર

રાજકોટ શહેરમાં ફરી એક નિષ્ઠુર માતાની નિર્દયતાનો બનાવ સામે આવ્યો છે. શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્વાનના મોં માંથી નવજાત બાળક મળી આવ્યું છે. વાવડી વિસ્તારમાંથી પસાર થતા સમયે ટ્રેકટર ચાલકની નજર શ્વાન પર પડતા બાળકને તેના મોં માંથી છોડાવીને બાળકને રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું છે. હાલ તાલુકા પોલીસે બાળકને શા માટે ફેંકી દેવામાં આવ્યું તેને લઈને તપાસ હાથ ધરી છે.Newborn baby found from dog's mouth in Wavadi Industrial Area in Rajkot,  shifted to hospital after being spotted by tractor driver | રાજકોટમાં વાવડી  ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શ્વાનના મોં માંથી નવજાત ...

પરિવારજનોની શોધખોળ શરુ કરવામાં આવી
તાલુકા પોલીસ દ્વારા છેલ્લા 10 દિવસમાં જન્મેલા બાળકો અંગે હોસ્પિટલમાંથી માહિતી મેળવવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બાળકને ઝૂંપડપટ્ટી વિસ્તાર પાછળ નાંખી પરિવારજનો નીકળી ગયા હતા. તાલુકા પોલીસ દ્વારા અજાણી મહિલા અને તેના પરિવારજનોની શોધખોળ શરુ કરવામાં આવી છે.

અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ
આજથી 2 મહિનો પહેલા પણ શહેરના જંગલેશ્વર વિસ્તરમાં RMCની ટીપરવાનમાંથી કચરો અલગ કરતા નવજાત શીશુ મળી આવ્યું હતું. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. અને પ્લાસ્ટિકની કોથળીમાં લપેટેલા નવજાત શીશુને જોઇને સ્થાનિક રહીશો ભેગા થઇ ગયા હતા. આ અંગે ભકિતનગર પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *