પંચમહાલ હાલોલ ગોધરા રોડ પર આવેલી ઉધ્યોગનગર ગ્રેટ હોટલ ની પાછળ ગાયને કતલખાને લઇ જવાના ઇરાદે આવેલી ટોળકી માંથી ત્યાંના રહીશો દ્વારા વોચ રખાતા ગાયો ચોરવા આવેલી ટોળકી માંથી એક ચોર ઝડપાયો.
પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ શહેર ના ઉધ્યોગનગર હોટલ ગ્રેટ ની પાછળ રહેતા બ્રિજલ ભાઈ ઉફે વિજય ભાઇ અમીરભાઈ ભુવા ભરવાડ પશુપાલનનો ધંધો કરે છે. અને તેમની પાસે ૩૦ ગાય વાછરડા છે. પરંતુ ગઈકાલે રાત્રે આશરે એક વાગ્યે તેઓ પોતાના ઘરેથી પશુઓ બેસાડેલ હતા તે જગ્યાએ ગયા હતા. ત્યારે ત્યાં તેમના કાકા મુન્નાભાઈ અને ત્રણ ઈસમો એક ઈસમને પકડી રાખી ઊભા હતા. જેથી ત્યાં જઈ તપાસ કરતા બીજલ ભાઈ ને જાણવા મળ્યું કે ચાર ઈસમો એક્ટીવા સ્કુટર અને ફોર વ્હીલર ગાડી લઈ પશુઓની ચોરી કરવા માટે આવેલ હતા. જેમાંથી એક ઇસમ ઝડપાઇ ગયો હતો. જ્યારે ત્રણ ઈસમો મુન્નાભાઈ ના પગ પર ગાડી ચડાવી ને નાસી ગયેલ છે. જેથી ઝડપાઇ ગયેલ ઇસમ ની પૂછપરછ કરતાં તેનું નામ સલમાન ઇદ્રીશ બુઢા છે. અને તે પોલન બજાર ગોધરા હોવાનું જણાવ્યું છે. અને તેના નાસી ગયેલ ત્રણ મિત્રો જેના નામ સુફિયાન સમીર શેખ , કુરન અમજન પઠાણ અને સોહીલ લાલા ટીલડી તમામ ગોધરાનાઓ દ્વારા પશુઓ ની ચોરી કરી કતલખાને વેચી દેવાની યોજના બનાવેલ હોવાનું જણાવ્યું છે. જેથી બિજલભાઈ દ્વારા ઝડપાયેલા ઇસમ ને હાલોલ પોલીસને સોંપવામાં આવ્યો. અને અન્ય ત્રણ ઈસમો સહિત ચાર સામે ચોરીના કરવાનો પ્રયાસ અને મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો. હાલ હાલોલ ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
રીપોર્ટર નવનીત ભાઈ ગોહિલ હાલોલ
પંચમહાલ હાલોલ ગોધરા રોડ પર આવેલી ઉધ્યોગનગર ગ્રેટ હોટલ ની પાછળ ગાયને કતલખાને લઇ જવાના ઇરાદે આવેલી ટોળકી માંથી ત્યાંના રહીશો દ્વારા વોચ રખાતા ગાયો ચોરવા આવેલી ટોળકી માંથી એક ચોર ઝડપાયો.
Views 61