કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં અયોધ્યામાં થઈ રહેલા ભૂમિ પૂજન ને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો

Views 59

કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં અયોધ્યામાં થઈ રહેલા ભૂમિ પૂજન ને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે
આજરોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નવનિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતુ.જેને લઈને પંચમહાલ જિલ્લામાં પણ ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં આજે અયોધ્યામાં ઐતિહાસિક રામમંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગે ગામના યુવાનો દ્વારા ગામમાં શ્રી રામ ના નામની પંચરંગી કલરમાં અને વિવિધ પ્રકારના ફૂલોથી રંગોળી પુરી શુશોભન કરવામાં આવ્યું હતું.તથા ત્યારબાદ રામદેવજી મંદિર ખાતે આરતી અને રામ રક્ષાસ્ત્રોત્ર નું પારાયણ કર્યા બાદ,ખીરના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.તથા સાંજે દરેક મંદિર ઉપર દીપ પ્રાગટ્ય કરી શુશોભન કરવામાં આવ્યું હતું અને સાથે રામ મંદિર નિર્માણ ની ખુશીમાં ફટાકડાં ફોડીને બધા જ લોકો માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.અને સાચા અર્થમાં ગામની અંદર દિવાળી હોય તેવું લાગતું હતું.અને ત્યારબાદ સાંજે કાલોલ ડોક્ટર સેલ દ્વારા મોટી શામળદેવી ગામમાં કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમમાં ગામના યુવાનો વડીલો ,તથા બાળકો હાજર રહ્યા હતાં.તથા સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ બધા જ માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સ નું પાલન કર્યું હતું .ત્યારબાદ લોકોએ જય શ્રી રામના નારા બોલાવી આનંદ વ્યક્ત કર્યો હતો.આજે વડાપ્રધાનના હસ્તે અયોધ્યામાં રામ મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવતા ધર્મપ્રેમી જનતા માં આનંદ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *