કાલોલ તાલુકાના નાદરખા ગામમાં અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજન નિર્માણ નિમિત્તે નાદરખા ગામમાં પણ રામ મંદિર નું ભૂમિપૂજન કરવામાં આવ્યું

Views 68

કાલોલ તાલુકાના નાદરખા ગામમાં અયોધ્યાના રામ મંદિર ભૂમિપૂજન નિર્માણ નિમિત્તે નાદરખા ગામમાં પણ રામ મંદિર નું ભૂમિપૂજન કરવામાં આવ્યું
આજરોજ અયોધ્યા માં દેશ ના વડાપ્રધાન ના હસ્તે પ્રભુ શ્રી રામ ના મંદિર નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે ત્યારે , તે જ મુહૂર્ત માં અને સમયે  કાલોલ તાલુકાના નાંદરખા ગામ ના યુવા મંચ ના મિત્રો અશોકસિંહ, બળવતસિંહ, મહેશસિંહ, દિપકસિંહ જેવા અનેક મિત્રો અને વડીલો ના માર્ગદર્શન હેઠળ , કાલોલ તાલુકાના ના નાંદરખા ગામે પ્રભુ શ્રી રામ મંદિર નું ભૂમિ પૂજન પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ અને ધારાસભ્ય શ્રી સુમન બેન ચૌહાણ ની વિશેષ ઉપસ્થિતિ માં તેમના વરદ હસ્તે પ્રથમ ઈંટ મૂકી કરવામાં આવ્યું. તમામ ગ્રામજનોએ રાત્રે પોતના ઘર આગણે ઘી ના દીપક જલાવી આજ ના દિવસ ની સરકાર ની ગાઈડલાઈન નું પાલન કરી ઉજવણી કરી હતી.અને આજરોજ અયોઘ્યા અને બીજી બાજુ નાદરખા ગામમાં રામ મંદિર નું ભૂમિ પૂજન એકસાથે થતાં અને સાંજે ગામમાં દિપક પ્રજ્વલિત કરવાથી ગામની અંદર સાચા અર્થમાં દિવાળી જેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર કાલોલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *