રાજગઢ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ શ્રી, મેડીકલ ઓફિસરશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના સહયોગથી કોરોનાવાયરસ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યુ

Views 61

રાજગઢ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ શ્રી, મેડીકલ ઓફિસરશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ના સહયોગથી કોરોનાવાયરસ જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું.
ઘોઘંબા તાલુકા મથકે થી શરૂઆત
આસપાસના કણબી પાલ્લી, ઘોઘંબા, નવાકુવા, ભાણપુરા, રાયણ ના મુવાડા, દુધાપુરા, ધનેશ્વર, રાજગઢ પાલ્લા 8 જેટલા ગામડાઓમાં 15000 જેટલા લોકોને રિક્ષા ચલાવીને માઇક દ્વારા લોકોમાં જાગૃતિ અભિયાન ચલાવ્યું.
પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશકુમાર પટેલ દ્વારા કોરોના જાગૃતિ ઓડિયો મેસેજ દ્વારા સંપૂર્ણ માહિતી ગામડાના છેલ્લા માનવી સુધી પહોંચાડવામાં આવી.
આ માહિતી મળવા બદલ ગામડાના લોકોમાં કોરોનાવાયરસ થી બચવા માટે પોતે સાવચેતી રાખવાની બાહેધરી ઓ મળી.
માહિતીમાં કોરોનાવાયરસ કેવી રીતે ફેલાય છે, કોરોના વાયરસની ખોટી અફવાઓ શું છે, કોરોનાવાયરસ વિશે લોકોએ કેવી રીતે સભાન થવું, કઈ કાળજી રાખવી, આરોગ્ય અને પોલીસ કર્મીઓને કેવી રીતે સહકાર આપવો જેવી તમામ માહિતી માઇક દ્વારા ઓડિયો મેસેજ થી લોકોમાં પૂરી પાડવામાં આવેલ છે.
બ્યુરો રિપોર્ટ:- અજયસિંહ ચૌહાણ પંચમહાલ  

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *