મહેસાણા વિજાપુર હાઇવે પર બની રહેલી બિલ્ડિંગની કાયદેસર પરમિશન છે કે બની રહ્યું છે ગેરકાદેસર ? વિહાર ચોકડી દૂધ સાગર ડેરીના સામેની બાજુએ બની રહેલા બિલ્ડિંગની તપાસ જરૂરી

Views 58

મહેસાણા વિજાપુર હાઇવે પર બની રહેલી બિલ્ડિંગની કાયદેસર પરમિશન છે કે બની રહ્યું છે ગેરકાદેસર ?
વિહાર ચોકડી  દૂધ સાગર ડેરીના સામેની બાજુએ બની રહેલા બિલ્ડિંગની તપાસ જરૂરી

રાજ્યમાં વિવિધ શહેરોમાં અધિકારીઓની રહેમ નજર અને મિલીભગત હેઠળ ગેરકાયદેસર બાંધકામો કરી મસમોટા બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવતા હોય છે. ત્યારે મહેસાણા વિજાપુર હાઇવે પર વિહાર ચોકડી દૂધ સાગર ડેરીના સામેની બાજુએ બની રહેલી બિલ્ડિંગ કાયદેસર છે કે ગેરકાયદેસર તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
રાજ્યમાં કેટલાક અધિકારીઓ દ્વારા બાંધકામમાં બિન અધિકૃત રીતે પણ પરમિશન આપી દઇ બિલ્ડરો દ્વારા અધિકારીઓની મિલીભગતથી આવા ગેરકાદેસર બાંધકામ ખડકી દેવામાં આવતા હોય છે ત્યારે આવા બાંધકામો પૈકી કેટલાક બાંધકામો સામે ફરિયાદો ઉઠતી હોય છે અને તેવા કારણોસર કેટલાક બાંધકામોને તોડી પાડવા પણ પડતા હોય છે. ત્યારે મહેસાણા વિજાપુર હાઇવે પર બની રહેલી બિલ્ડિંગ શું કાયદેસર છે કે પછી બિનકાયદેસર છે ? તેવા અનેક સવાલો વચ્ચે આ બિલ્ડિંગને પરમિશન કોણે આપી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. મહેસાણા વિજાપુર હાઇવે પર વિહાર ચોકડીથી થોડા આગળ દૂધસાગર ડેરીની સામે બની રહેલા આ બિલ્ડિંગને પરમિશન આપવામાં આવી છે કે પછી ગેરકાયદેસર ત્યાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *