પંચમહાલ જિલ્લા ના ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે જીતપુરા નજીક આવેલ ગુજરાત ફ્લોરો કેમીકલ્સ લિમિટેડ કંપની દ્વારા છોડાયેલ પ્રદુષિત પાણી જીતપુરા ના કોતરો નજીક આવેલ સર્વે નંબર.૪૧ પાસે છોડાતા વિભાગીય નિયંત્રણ બોર્ડ ની કચેરી દ્વારા ગ્રામજનો રુબરુ પાણી તમેજ માટી ના સેમ્પલ લઈ ને લેબોરેટરી માં મોકલી આપવામાં અવેલા છે તેમજ સ્થાનિક લોકો દ્વારા પણ સેમ્પલ લેવામાં આવ્યા છે આ બાબતે મેં કલેકટર સાહેબ તેમજ પંચમહાલ જિલ્લા પ્રમુખ તથા સેન્ટરલ પોલ્યુશન બોર્ડ દિલ્હી ને પણ લિખિત માં જાણ કરી છે (૧) કિરીટભાઈ બી પરમાર જણાવેલ તેમજ (૨) પરમાર નરવત ભાઈ ધુળાભાઈ (૩) પરમાર ગુલાબ ભાઈ છગન ભાઈ
– સ્થાનિક લોકો નું કહેવું છે જે ભોપાલમાં ગેસ ની દુર્ઘટના બની હતી તેવી દુર્ઘટના અહીંયા થાસે તો જ યોગ્ય પગલાં લેવામાં આવશે કે શું ?
– ગામ લોકો નું કેહવુ છે કે કેમ તંત્ર દ્રારા કોઈ પગલાં લેવામાં આવતા નથી
– તંત્ર ને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેમ તંત્ર ના પેટમાં થી પાણી કેમ હલતું નથી..?
– પ્રદુષિત પાણી ના કારણે ગણી બધી મુશ્કેલીઓ વધી રહી છે તો તેના માટે જવાબદાર કોણ ?
અને જો ભોપાલ જે સ્થિતિ સર્જાઇ હતી તેવી જ સ્થિતિ અહીંયા સર્જાશે તો જવાબદાર કોણ..? કંપની સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે આ સરકાર દ્વારા ખેડૂતો ને ન્યાય ક્યારે મળશે હાલ તે જોવાનું રહયું છે.
રિપોર્ટર નિલેષસિંહ સોલંકી ઘોઘંબા