કાલોલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ એમ.એલ ડામોર પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એક ઈસમને બાઈક સાથે પકડ્યો

Views 64

પંચમહાલ જિલ્લાના ના વાહન ચોરીના ગુન્હા વધવા પામેલ છે અન્વયે પંચમહાલ જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષક,એચ.એ.રાઠોડ હાલોલ વિભાગનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલમાં વાહન ચોરીના ગુન્હા વધવા પામેલ હોય ,જેથી ચોરાયેલ વાહનો શોધી કાઢવા અસરકારક વાહન ચેકીંગ કરી વાહનોના એન્જીન નંબર, ચેચીસ નંબર પરથી વાહન માલીક ની ખરાઈ કરવા ગુજરાત સરકારના ઇગુજકોપ પ્રોજેક્ટ હેઠળ ફાળવવામાં આવેલ મોબાઇલનો ઉપયોગ કરી અસરકારક કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને કાલોલ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ.એમ. એલ.ડામોર તથા પો.સ.ઈ એલ.એ.પરમાર કાલોલ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એક ઇસમ ડેરોલ ગામ તરફથી મોટર સાયકલ લઈને આવતા હોય જે પોલીસને વાહન ચેકીંગ જોઇ તેની મોટર સાઈકલ પાછી વાળી ડેરોલ ગામ તરફ જવાની કોશીશ કરતા તેઓએ આ મોટરસાયકલ ચાલકને પકડી પાડેલ અને તેઓની પાસેની મોટર સાયકલના રજીસ્ટ્રેશનના કાગળો તથા પોતાનું ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે કાગળો ની માંગણી કરતા ગલ્લા તલ્લા કરવા લાગેલ અને મોટર સાઈકલના રજીસ્ટ્રેશન ના કાગળો તથા ડ્રાયવીંગ લાયસન્સ રજુ કરી શકેલ નહીં અને તેને મોટર સાઈકલ લઇને કાલોલમાં આવવા બાબતે પૂછતાં કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોઈ અને આ મોટર સાયકલ કોઈ છળકપટ અગર તો ચોરી કરી લાવેલ હોવાનું શક જતા સદર ઈસમનું નામ ઠામ પુછતા સંગ્રામસીહ રંગીતસીહ રાઠોડ ઉવ-૨૪ રહે.વકતાપુરા તા.ડેસર જી.વડોદરા હોવાનું જણાવેલ તથા તેની મોટર સાયકલ કાળા કલરની લાલ પટ્ટા વાળી હીરો એચ.એફ ડીલક્ષ કંપનીની છે. સદર મોટરસાઈકલ રજીસ્ટ્રેશન નંબર લખેલ ન હોય એજીન નંબર તથા ચેચીસ નંબર જોતા એજીન નંબર જોતા HA11E-C9M05029તથા ચેચીસ નંબર જોતા MBLHA1jEwOMos285નું રજીસ્ટ્રેશન કાગળો હતા.ડ્રાઈવીંગ લાયસન્સ તથા કોઇપણ જાતના આધાર પુરાવા વગર શંકાસ્પદ હાલતમાં મળી આવતા ઈસમની પાસેથી મળી આવેલ મોટર સાયકલ જેની કિંમત રૂ.40,000/-નો મુદામાલ CRPC કલમ-102 મુજબ તપાસ અર્થે કબજે કરી પકડાયેલ ઈસમને CRPC કલમ-41(1)ડી મુજબ અટકાયત કરવામાં આવેલ અને ઉપરોકત મોટર સાયકલ ની ઈ ગુજકોપ (પોકેટ કોપ) મોબાઇલમાં ખાત્રી તપાસ કરતા સદર વાહન વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હોઈ સદર મોટર સાયકલ માલિકનો સંપર્ક કરી પૂછતાં સદર ગાડી ચોરીમાં ગયેલ અને વેજલપુર પો.સ્ટે. ગુ.ર.નં.-11207076200460/2020 ઈપીકો કલમ-379 મુજબના ચોરીના ગુન્હાઓમાં ચોરીમાં ગયેલ હોવાનું જણાય આવેલ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *