સ્ત્રી અને પુરૂષ વચ્ચે લગ્નેત્તર સંબંધ સાથે જોડાયેલી IPCની કલમ 497ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી છે. સુપ્રીમ કોર્ટમાં 5 જજની બેંચે એકમત થઈને ગુરૂવારે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં આ બેંચે કહ્યું કે કોઈપણ રીતે મહિલાની સાથે અસન્માનનો વ્યવયાર ગેરબંધારણીય છે. લોકશાહીની ખૂબી જ હું, તમે અને આપણામાં છે.
જસ્ટિસ દીપક મિશ્રાએ પોતાનો અને જસ્ટિસ એમ ખાનવિલકરનો ચુકાદો સંભળાવ્યો. જે બાદ અન્ય ત્રણ જજ જસ્ટિસ નરીમન, જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રાએ આ ચુકાદા પર પોતાની સહમતી વ્યક્ત કરી.
પતિ ક્યારેય પત્નીનો માલિક ન બની શકે- સુપ્રીમ કોર્ટ
– ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે IPCની સેક્શન 497 મહિલાના સન્માનની વિરૂદ્ધમાં છે. તેઓએ કહ્યું કે મહિલાઓને હંમેશા સમાન અધિકાર જ મળવો જોઈએ.
– ચીફ જસ્ટિસે કહ્યું કે મહિલાને સમાજની ઈચ્છા મુજબ વિચારવાનું ન કહી શકાય. સંસદે પણ મહિલાઓ વિરૂદ્ધ ઘરેલુ હિંસા પર કાયદો બનાવ્યો છે. ચીફ જસ્ટિસે કહ્યું કે પતિ ક્યારેય પણ પત્નીનો માલિક ન હોય શકે.
– ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે એડલ્ટરી કોઈપણ રીતે ગુનો નથી, પરંતુ જો આ કારણે તમારો પાર્ટનર આત્મહત્યા કરી લે છે, તો પછી તેને આત્મહત્યા માટે ઉકસાવવાનો મામલો બની શકે છે. જે બાદ તમામ પાંચ જજે એક મતથી આ કલમને ગેરબંધારણીય જાહેર કરી.
– સુપ્રીમ કોર્ટના પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રાની આગેવાનીવાળી પાંચ જજની બંધારણીય બેંચે જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ ઈંદુ મલ્હોત્રા અને જસ્ટિસ એએમ ખાનવિલકર સામેલ છે.
કોણે કરી હતી અરજી?
– કેરળના એક અનિવાસી ભારતીય જોસેફ સાઇને આ સંબંધે અરજી કરતાં IPCની કલમ 497ની બંધારણીય માન્યતાને પડકારી હતી, જેને સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડિસેમ્બરમાં સુનાવણી માટે સ્વીકાર કર્યો હતો અને જાન્યુઆરીમાં બંધારણીય બેચને મોકલવામાં આવ્યો હતો.
શું હતો વ્યભિચાર કાયદો?
– 158 વર્ષ જૂના IPCની કલમ 497 અંતર્ગત કોઈ પરણિત પુરૂષ જો કોઈ અન્ય પરણિતા સાથે સહમતીથી શારીરિક સંબંધ બનાવે છે તો ઉક્ત મહિલાનો પતિ વ્યભિચારના નામ તે પુરૂષ વિરૂદ્ધ કેસ દાખલ કરાવી શકે છે. જો કે આ વ્યક્તિ પોતાની પત્ની વિરૂદ્ધ કાર્યવાહી નથી કરી શકતો કે ન તો વિવાહેતર સંબંધમાં લિપ્ત પુરૂષની પત્ની આ બીજી મહિલા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરી શકે છે.
158 વર્ષ જૂનાં વ્યભિચારના કાયદાને સુપ્રીમ કોર્ટે રદ કર્યો.બંધારણીય આ ગુનો નથી
Views 65