બાંગ્લાદેશ સામે હારી એશિયા કપમાંથી બહાર થયુ પાકિસ્તાન

Views 59

પાકિસ્તાન હાર સાથે થયુ બહાર
બાંગ્લાદેશે મુશ્ફિકુર રહીમ (99) અને મિથુન (60) વચ્ચે ચોથી વિકેટ માટે 144 રનની ભાગીદારીની મદદથી 48.5 ઓવરમાં 239 રન બનાવ્યા હતા. આ બન્નેએ તે સમયે સદીની ભાગીદારી કરી હતી જ્યારે ટીમ 12 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ સંકટમાં હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ ઓપનર બેટ્સમેન ઇમામ ઉલ હક (83)ની અડધી સદી છતા નવ વિકેટે 202 રન જ બનાવી શકી હતી.

  મુશ્ફિકુર રહીમ અને મોહમ્મદ મિથુનની અડધી સદી બાદ મુસ્તફિઝુર રહમાનની વિસ્ફોટક બોલિંગની મદદથી બાંગ્લાદેશે એશિયા કપ સુપર ચાર મેચામં પાકિસ્તાનને 37 રને હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. બાંગ્લાદેશ હવે શુક્રવારે ફાઇનલમાં ભારત સામે ટકરાશે. આ હાર બાદ પાકિસ્તાનની સોશિયલ મીડિયા પર મજાક ઉડી હતી.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *