વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સિક્કિમના પાક્યોંગમાં રાજ્યના પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યાં સુધી પહોંચવા દરમિયાન રસ્તામાં વડાપ્રધાને સિક્કિમની વાદીઓના કેટલાક ફોટાઓ શેર કર્યા. તેમણે સિક્કિમને શાનદાર કહ્યું. આ એરપોર્ટ ભારત-ચીન સરહદથી ફક્ત 60 કિમી દૂર છે. એટલે રણનૈતિક દ્રષ્ટિએ આ એરપોર્ટને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઇ)એ 620 કરોડ રૂપિયાના ખર્ચે આ હવાઈઅડ્ડાનું નિર્માણ કર્યું છે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે રવિવારે કહ્યું કે સિક્કિમ બન્યાને 40 વર્ષ થઈ ગયા, પરંતુ રાજ્યને દુનિયાના હવાઈ નકશા પર હવે જગ્યા મળશે. તેમણે આશા દર્શાવી છે કે તેનાથી રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે. અહીંયા પેસેન્જર પ્લેન ઉપરાંત વાયુસેનાના વિમાન પણ ઉડ્ડયન કરી શકશે.
પ્રોજેક્ટને પૂરો કરવામાં લાગ્યા 10 વર્ષ
– આ એરપોર્ટ બનાવવા માટે ઓક્ટોબર 2008માં કેબિનેટમાં ઠરાવ પસાર થયો હતો. 2009માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો. 2012 સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો પરંતુ સ્થાનિક લોકોએ યોગ્ય પુનર્વસનની માંગ કરીને વિરોધ શરૂ કરી દીધો. વચ્ચે પ્રાકૃતિક આપત્તિઓને કારણે પણ કામ અટક્યું.
– આ એરપોર્ટ પર આ જ વર્ષે 5 માર્ચના રોજ પહેલીવાર વાયુસેનાનું ડોર્નિયર 228 વિમાન ઉતારવામાં આવ્યું હતું. ત્યારબાદ 10 માર્ચના રોજ સ્પાઇસજેટનું બોમ્બાર્ડિયર ઉતારવામાં આવ્યું. આ અહીંયા આવનારી પહેલી પ્રોફેશનલ ફ્લાઈટ હતી.
ચીન બોર્ડર પાસે સિક્કિમનું પહેલું એરપોર્ટ,PM મોદી કરશે ઉદ્ઘાટન
Views 56