એશિયા કપના મહત્વપૂર્ણ મુકાબલામાં ભલે પાકિસ્તાની ટીમે અફઘાનિસ્તાનને 3 વિકેટે માત આપી હોય પરંતુ આ મેચ થકી એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અફઘાનિસ્તાનની ટીમને ઓછી આંકવાની ભૂલ અન્ય કોઈપણ ટીમે કરવી જોઈએ નહીં. શુક્રવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એશિયા કપ સુપર 4ની મેચમાં અફઘાનિસ્તાને પાકિસ્તાનને બરાબરની ટક્કર આપી હતી. મેચની અંતિમ ઓવર સુધી બંને દેશોના ક્રિકેટપ્રેમીઓના શ્વાસ અટકી ગયા હતા અને છેલ્લી ઓવરમાં જ કઈ ટીમ વિજેતા બનશે તેવી સ્થિતિનો ખ્યાલ આવ્યો હતો. મેચ કે બાદ મેદાન પર ખેલ ભાવનાનો નજારો પણ જોવા મળ્યો હતો, જ્યારે હારથી દુઃખી અફઘાન પલ્યેર આફતાબ આલમ મેદાન પર જ રડવા લાગ્યો હતો, આ સમયે પાકિસ્તાની પ્લેયર શોએબ મલિક તેની પાસે પહોંચ્યો અને તેના શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
અંતિમ ઓવરમાં પાકિસ્તાનને 10 રનની જરૂર હતી…
– ટોસ જીત્યા બાદ અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સમયે અફઘાનિસ્તાને પાકિસ્તાન વિરુદ્ધ 6 વિકેટ ગુમાવી 258 રન ફટકાર્યા બાદ 259 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
– 259 રનનો ટાર્ગેટ ચેઝ કરવો પાકિસ્તાન માટે ઘણું મુશ્કેલ રહ્યું. મેચની અંતિમ ઓવર સુધી વિજેતા ટીમની જાણ થઈ નહોતી. પરંતુ શોએબ મલિકે અંતિમ સમય સુધી પિચ પર ટકી રહી પાકિસ્તાનને જીત અપાવી હતી.
ભારે રસાકસી બાદ અફઘાનિસ્તાનની હાર થતા રડી પડ્યો બોલર
Views 63