વિદેશ મંત્રીઓની બેઠક રદ કરવાનો ભારતનો નિર્ણય આશ્ચર્યજનક

Views 65

ન્યૂયોર્કમાં યુએન મહાસભા દરમિયાન ભારત-પાકિસ્તાનના વિદેસ મંત્રીઓની મુલાકાત રદ કરવાના ભારતના નિર્ણયને પાકિસ્તાને આશ્ચર્યજનક ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે, આંતરિક પ્રેશરના કારણે ભારતે શાંતિવાર્તાનો મોકો ફરી એક વખત ગુમાવી દીધો છે.
ભારતમાં ચાલી રહી છે ચૂંટણીની તૈયારીઓ
– પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખીને ફરી એક વાર શાંતી વાર્તા શરૂ કરવાની અપીલ કરી હતી. તે સાથે જ બંને દેશોના વિદેશમંત્રીની મુલાકાત ન્યૂયોર્કમાં થાય તેવો આગ્રહ કર્યો હતો.
– ભારતે વિદેશ મંત્રીઓની મુલાકાતને મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી આતંકીઓએ શુક્રવારે જમ્મુ-કાશ્મીરમાં ત્રણ પોલીસકર્મીઓનું અપહરણ કરીને તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી ભારતે વિદેશ મંત્રીઓની બેઠક રદ કરી દીધી હતી.
– પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, એવું લાગે છે કે, ભારત આગામી વર્ષે થનારી ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યું છે. દુનિયાએ જોવું જોઈએ કે પાકિસ્તાન પરિસ્થિતિઓ વિશે સકારાત્મક રસ્તો અપવાની રહ્યું છે. પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ નથી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *