સરકારે ગુરૂવારે એવો નિર્ણય લીધો છે, જેનો સીધો ફાયદો તમારી દિકરી થશે. સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફેવરીટ સ્કીમ માટે વ્યાજદરમાં 0.40 ટકાનો વધારો કર્યો છે. આ સ્કીમમાં હવે 21 વર્ષની ઉંમર થતાં દિકરીને 4 લાખ રૂપિયાનો વધારે ફાયદો થશે. પહેલા સ્કીમમાં ઇન્વેસ્ટ કરીને 65.84 લાખ રૂપિયા મેળવી શકાતા હતા, પરંતુ હવે વ્યાજદર વધવાથી આ રકમ વધીને 69.70 લાખ રૂપિયા સુધી મળી શકે છે. એક વ્યક્તિ પોતાની દિકરીના નામે આ એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. અત્યારે જેટલી પણ ફિક્સ રકમની જેટલી પણ સ્કીમ છે, તેમાં આ સ્કીમમાં સૌથી વધારે વ્યાજ આપવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં મળી રહ્યું છે 8.5 ટકાનું વ્યાજ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલના સમયે સૌથી સારું વ્યાજ મળી રહ્યું છે. આ સ્કીમમાં પહેલા 8.1 ટકા વ્યાજ મળતું હતું, જેને વધારીને 8.5 ટકા કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત આ યોજનામાં વ્યાજની ગણતરી વાર્ષિક કમ્પાઉન્ડેડ બેસિસ પર કરવામાં આવે છે. જેના કારણે રિયલ રિટર્ન થોડુંક વધી જાય છે.
3 દિકરીના નામથી ખોલાવી શકો છો એકાઉન્ટ
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કોણપણ વ્યક્તિ માત્ર બે દિકરીઓના નામતી જ એકાઉન્ટ ખોલી શકાય છે. જોકે તેમાં એક રાઇડર છે કે જો બાળકીઓ ટ્વિન્સ હોય તો તેમના ઉપરાંત અન્ય એક દિકરીના નામથી એકાઉન્ટ ખોલાવી શકાય છે.
14 વર્ષના ફાયદાનું ગણિત
કોઇપણ વ્યક્તિ પોતાની 10 વર્ષ સુધીની દિકારીના નામે આ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ એકાઉન્ટની એક શરત છે કે તેમાં રોકાણ 14 વર્ષ સુધી કરી શકાય છે. તેવામાં જો તમારી દિકરી એક વર્ષની છે અને આ એકાઉન્ટ ઓપન કરાવવામાં આવે તો તે 15 વર્ષની ઉમર સુધી જ રોકાણ કરી શકે છે અને 15થી 21 વર્ષની વચ્ચે આ એકાઉન્ટમાં કોઇપણ રોકાણ વગર વ્યાજ મેળવી શકાય છે. આ એકાઉન્ટમાં વર્ષે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે.એકાઉન્ટ મેચ્યોર થવાનો છે નિયમ
મોદી સરકારનો નિર્ણય,તમારી દિકરીને 4 લાખનો થશે ફાયદો
Views 59