ઉત્તરપ્રદેશમાં સત્તામાં રહેલી અખિલેશ યાદવની સરકારના કાર્યકાળમાં વપરાયેલા 97000 કરોડ રુપિયાનો કોઈ હિસાબ મળી નહી રહ્યો હોવાનો સ્ફોટક ખુલાસો સીએજી રિપોર્ટમાં થયો છે.
ઓગસ્ટ 2018માં સીએજીએ આપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સરકાર દ્વારા આ રકમ ક્યાં વપરાઈ તે અંગેના યુટિલાઈઝેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યા નથી.જેનાથી આ રકમ ખોટી જગ્યાએ વાપરવામાં આવી હોવાની આશંકાઓ ઉભી થઈ રહી છે.
બીજી તરફ સમાજવાદી પાર્ટીના પ્રવકતા સુનીલ યાદવે કહ્યુ છે કે કેગના રિપોર્ટથી ભ્રષ્ટાચાર થયો હોવાનુ સાબીત થતુ નથી.આ એક અનુમાન છે.આવી રિપોર્ટ પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આવેલી છે. ત્યારે ભ્રષ્ટાચારના કોઈ સવાલ ઉઠ્યા નહોતા.સીએજીએ તો ટુજી સ્પેક્ટ્રમમાં પણ ગોટાળાની વાત કરી હતી પણ કોર્ટમાં કોઈ આરોપ સાબિત થયા નથી.
એવુ જાણવા મળ્યુ છે કે સમાજવાદી પાર્ટીના શાસનકાળમાં થયેલા અઢી લાખથી વધારે કામોના યુટિલાઈઝેશન સર્ટિફિકેટ જમા કરાવાયા નથી.
અખિલેશ યાદવની સરકારમાં વપરાયેલા 97000 કરોડનો હિસાબ હજી સુધિ મળથો નથી
Views 57