અમેરિકાની મિડટર્મ કોંગ્રેશનલ ઈલેકશનમાં 12 ભારતીય અમેરિકન ઉમેદવારો વિક્રમીબન્યા.

Views 65

અમેરિકામાં નવેમ્બરની છઠ્ઠીએ યોજાનારી મિડટર્મ કોંગ્રેશનલ ઈલેકશનમાં વિક્રમજનક ૧૨ ભારતીય અમેરિકન ઉમેદવારો હશે જેમાંના ત્રણ હિરલ રિપિર્નેની અને અનિતા મલિક એરિઝોના અને પ્રમિલા જયપાલ વોશિંગ્ટનથી ચૂંટણી લડનાર ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.
રિપબ્લિકન ટીમને બંદૂકધારીએ નિશાન બનાવ્યા બાદ રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ ચૂંટણી માટે સંપી ગયા છે. ઈલિનોયમાંથી રામ ક્રિશ્નમૂર્તિ, કેલિફોર્નિયામાં ખન્ના અને ડૉ. અમી બેરાએ પણ ફરી ચૂંટણી માગી હતી. બેરા છેલ્લી ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. તેઓ ૨૦૧૨માં પ્રથમ ચૂંટણી જીત્યા હતા અને સંસદમાં પ્રવેશનારા ત્રીજા ભારતીય બન્યા હતા.
અમેરિકાની ચૂંટણીમાં ભારતીય અમેરિકનો તેમના પ્રતિસ્પર્ધીને ભારે ટક્કર આપે છે. તમામ ઉમેદવારોની ભારે પ્રચાર ઝુંબેશ દેશભરમાં ધ્યાનાકર્ષક બને છે. તેમાં આ વર્ષે ત્રણ ભારતીય અમેરિકન મહિલાઓ પણ ભારે ટક્કર આપશે તેમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *