વિરાટ કોહલીને ઝીરો પોઈન્ટ છતા ખેલ રત્ન એવોર્ડ મળશે,બજરંગ ખફા

Views 60

સ્પોર્ટસનો સર્વોચ્ચ પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્નને લઈને વિવાદ સર્જાયો છે.
તાજેતરમાં એશિયન ગેમ્સમાં ભારત માટે કુસ્તીમાં ગોલ્ડ જીતનાર પહેલવાન બજરંગ પૂનિયાએ રમત ગમત મંત્રાલય અને પુરસ્કાર માટેની સિલેક્શન કમિટી પર ગંભીર આરોપો લગાવ્યા છે.તેમનુ કહેવુ છે કે મારા પોઈન્ટસ વધારે છે તો આ એવોર્ડ માટે મારી પસંદગી કેમ નથી કરવામાં આવી..આ મુદ્દે હું સ્પોર્ટસ મિનિસ્ટર રાજ્યવર્ધન રાઠોડને પણ મળવાનો છું.
સરકારે આ વખતે ખેલ રત્ન એવોર્ડ માટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વેઈટ લિફ્ટર તથા વર્લ્ડ ચેમ્પિયન મીરાબાઈ ચાનુની પસંદગી કરી છે.ખેલ રત્ન એવોર્ડ માટે 11 વ્યક્તિઓની કમિટી પોઈન્ટના આધારે નામ નકકી કરે છે.
હકીકત એવી છે કે વિરાટ કોહલીના ઝીરો પોઈન્ટ, મીરાબાઈ ચાનૂના 40 પોઈન્ટ અને બજરંગ પહેલવાનના 80 પોઈન્ટ થાય છે.કોહલીને કોઈ પોઈન્ટ મળ્યો નથી.કારણકે ક્રિકેટ ઓલ્મિપિકની ગેમ નહી હોવાથી તેના માટે કોઈ ધારાધોરણ નથી.એક સભ્યનુ કહેવુ છે કે ક્રિકેટરનુ નામ એકબીજાની સંમતિથી નક્કી કરવામાં આવે છે.
જોકે બજરંગની સાથે વિનેશ ફોગટને 80 , દીપા મલિક(પેરા એથ્લેટ)78.4, મનિકા બત્રા(ટેબલટેનિસ),65, વિકાસ કૃષ્ણનન(બોક્સીંગ)-52, મીરાબાઈ ચાનુ(વેઈટ લિફ્લિંગ)44 પોઈન્ટ મળેલા છે.
દરેક ખેલાડીને ઓલમ્પિક, એશિયન ગેમ્સ, વર્લ્ડ કપ અથવા વર્લ્ડ ચેમ્પિયનશિપ કે કોમનવેલ્થ ગેમ્સમાં તેણે મેળવેલા મેડલના આધારે પોઈન્ટ મળતા હોય છે.
એવુ મનાય છેકે સિલેક્શન કમિટિના  11માંથી 8 સભ્યો કોહલીના નામ પર સંમત હતા.આ કમિટિને પોતાના તરફથી કોઈ પણ ખેલાડીને બીજા 20 પોઈન્ટ આપવાનો અધિકાર મળેલો છે.
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *