સ્લોવાકિયામાં ચાલી રહેલ જુનિયર વિશ્વ કુશ્તી સ્પર્ધામાં ભારતના સાજન બનવાલે 77 કિલોગ્રામ ગ્રીકો રોમન વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યું છે. જયારે વિજયે 55 કિલો વર્ગમાં કાંસ્ય પદક પોતાના નામે કર્યો છે. સાજન ગયા વર્ષે જુનિયર વિશ્વ ચેમ્પિયહસીપમાં કાંસ્ય પદક મેળવ્યું હતું. ભારતના પાંચ ભારતીય પહેલવામો ગ્રીકો રોન વર્ગમાં ઉતર્યા હતા અને જેમાં ત્રણ પદક જીત્યા છે. સાજનએ ગોલ્ડ મેડલની મેચમાં હારી જતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. સાગરે 63 કિલો વર્ગમાં ભારતને કાંસ્ય પદક જીત્યો છે. આમ સાજન સતત બે વર્લ્ડ જુનિયર રેસલિંગમાંમેડલ જીતનાર પહેલો ભારતીય પહેલવાન બની ગયો છે.
– સાજનના માતા-પિતાએ ક્યારેય તેને રમતા નથી જોયો : સાજનની માતા સરસ્વતી દેવીને જેના જમાઇનો ફોન આવ્યો કે સાજનએ દેશ માટે મેડલ જીત્યો છે. સાજનના પિતા મહિપાલે જણાવ્યું કે “અમેતો તેને ક્યારેય રમતા જોયો નથી. અમારા જમાઇએ અમને સાજનએ ભારત માટે મેડલ જીત્યો છે તેના સમાચાર આપ્યા હતા. મને ઘણી ખુશી થાય છે કે મારા દિકરાએ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. હવે જ્યારે મારો દિકરો ઘરે આવશે ત્યારે હું તેની મેચનો વિડીયો જોઇશ.’
– સાજન ભનવાલે ટેકનોલોજીની મદદથી સ્લોવાકિયામાં ટ્રેનિંગ કરી હતી. જ્યારે તેનો ડ્રો નક્કી થઈ ગયો ત્યારે તેણે તેના સોનીપતના કોચ રાજબીર ચિકારા સાથે શેર કર્યો. પુર્વ આંતરરાષ્ટ્રીય રેસલર રાજબીરે સાજનને વોટ્સ અપ પર ફોન કરીને ટીપ્સ આપી હતી. બન્ને વચ્ચે 1-1 કલાક લાંબી વાત થતી હતી. રાજબીરે સાજનને પોતાની સ્ટાઈલ પર ફોકસ કરવાની સલાહ આપી હતી. ત્યાર બાદ સાજને વિરોધી પહેલવાનોના વીડિયો બતાવીને તૈયારી કરી હતી.
20 વર્ષનો સાજન બન્યો બે વર્લ્ડ જુનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પહેલો ભારતીય
Views 59