વિશ્વની સૌથી મોટી ઓનલાઇન રિટેલર અમેઝોન ભારતમાં વીમો પણ વેચશે.

Views 60

વિશ્વની સૌથી મોટી ઓનલાઇન રિટેલર અમેઝોન ડોટ કોમ ભારતમાં વીમા વેચવાની યોજના ઘડી રહી છે. જેની ભારતીય કંપની અમેઝોન ઇન્ડિયાએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (આરઓસી) ને એક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેઓ જીવન, સ્વાસ્થ્ય અને સાધારણ વીમા વેચવા ઇચ્છે છે. તેમનું લક્ષ્ય કોર્પોરેટ એજન્ટની રીતે કામ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી દિગ્ગજ રિટેલર વોલમાર્ટના નિયંત્રણ વાળી ફ્લિપકાર્ટે પણ નિયામક પાસે જીવન તથા સામાન્ય વીમા વેચવાની મંજૂરી માંગી છે. સોફ્ટબેન્ક અને અલીબાબા સમર્થિત પેટીએમની પાસે પહેલાથી જ કોર્પોરેટ એજન્સીનું લાયસન્સ છે.અમેઝોનને અત્યારે જ વીમા નિયામક ઇરડા પાસેથી મંજૂરી લેવાની બાકી છે. કંપની પ્રવક્તાએ વીમા ઉદ્યોગમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. કહ્યું કે અમેઝોન-પે આ દિશામાં કામ કરી રહી છે. અમેઝોન આ એપ દ્વારા પેમેન્ટ્સ સર્વિસીઝ આપી રહી છે.
20 લાખ કરોડની હશે દેશની વીમા ઇન્ડસ્ટ્રીઝ
એસોચેમ-એપીએએસના એક રિપોર્ટ અનુસાર 2020 સુધીમાં ભારતીય વીમા ઉદ્યોગનું કદ 20 લાખ કરોડ સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ રહેલી છે.
લોકપ્રિયતા વધશે ટેક કંપનીઓ દ્વારા: નિષ્ણાત
ઇન્સ્યોરન્સ એગ્રીગેટર પોલિસી બાઝારના કો-ફાઉન્ડર અને સીઇઓ યશીષ દાહિયાએ કહ્યું કે મોટી ટેક કંપનીઓ મૂડીની સાથે સંભાવનાઓ તપાસી રહી છે. જે સારી વાત છે. વીમાની લોકપ્રિયતા વધશે ઝડપી ડિજિટલ બનવામાં પણ મદદ મળશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *