જમ્મુ-કાશ્મીરમાં પંચાયત ચૂંટણી થતાં પહેલાં આતંકીઓ તરફથી તેને ટાળવાનો પૂરતો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કાશ્મીર ખીણમાં ફરી એક વાર આતંકીઓએ સ્થાનિક સેનાના જવાનોને કિડનેપ કરી લીધાં હતાં. શુક્રવારે શોપિયામાં ત્રણ સ્પેશિયલ ઓફિસર અને એક પોલીસ જવાન એમ કુલ ચાર ઓફિસરોને કિડનેપ કરી લેવામાં આવ્યા હતાં.
તેમાંથી ત્રણ પોલીસકર્મીઓની આતંકીઓએ હત્યા કરી દીધી છે. જ્યારે થોડી વાર પછી આતંકીઓએ એક પોલીસકર્મીને છોડી દીધો હતો. ત્રણ પોલીસજવાનોના મૃતદેહ મળી આવ્યા છે. ચાર પોલીસકર્મીઓમાંથી માત્ર ફયાઝ અહમદ ભટ્ટ પરત આવ્યા છે.
ગયા મહિને પણ આતંકીઓએ પોલીસકર્મીઓના 10 પરિવારજનોને કિડનેપ કરી લીધા હતા. જોકે ત્યારપછી તેમને કોઈ પણ નુકસાન વગર છોડી દેવામાં આવ્યાં હતા. આતંકીઓનું કહેવું હતું કે, અમુક પોલીસ કર્મીઓ તેમના પરિવારના અમુક સભ્યોને લઈ ગયા હતા. તેમને છોડાવવા માટે આતંકીઓએ પોલીસકર્મીઓના સંબંધીઓને કિડનેપ કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કિડનેપ કરાયેલા 3 પોલીસકર્મીની હત્યા, બાંદીપોરીમાં 2 આતંકી ઠાર
Views 63