શાહરૂખ ખાનના દીકરા અબરામે ગણપતિ બાપ્પાને લઈને જે વાત કહી, તેનાથી સોશ્યિલ મીડિયા યુઝર્સ ઘણાં જ નારાજ છે. શાહરૂખે પોતાના ઘરે બાપ્પાની સ્થાપના કરી છે. તેની એક તસવીર તેણે સોશ્યિલ મીડિયામાં શૅર કરી હતી. સાથે જ મેસેજ કર્યો હતો કે તેના પુત્ર અબરાબ બાપ્પાને પપ્પા કહીને બોલાવે છે. મોટાભાગના યુઝર્સે આ તસવીરને ક્યૂટ ગણાવી હતી પરંતુ આ નાનકડા બાળકની નાદાની અનેક યુઝર્સને પસંદ આવી નહોતી.
એક સોશ્યિલ મીડિયા યુઝર્સે કહ્યું હતું કે શરમ કરો. કોઈએ એને શીખવ્યું નહીં કે પપ્પા નહીં બાપ્પા કહેવાય. તો અન્ય યુઝર એ હદે ગુસ્સે થઈ ગયો કે તેણે શાહરૂખ ખાનને જ અનફોલો કરી દીધો.
ગણપતિ માટે શાહરૂખ ખાનના દીકરાની વાત સાંભળીને ભડક્યા સોશ્યિલ મીડિયા યુઝર્સ. પુત્ર અબરાબ બાપ્પાને પપ્પા કહીને બોલાવે છે
Views 57