પાટણના સરસ્વતી તાલુકાના સરીયદ ગામમાં ખેતરમાં વાવેલા ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

Views 323

પાટણના સરસ્વતી તાલુકાના સરીયદ ગામમાં છત્રાડા સીમ વિસ્તારના એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર પકડાયું હતું. પોલીસે તે ખેતરમાંથી રૂ.68,900ના લીલા ગાંજાના 57 છોડ જપ્ત કર્યા હતા અને વાવેતર કરનારા ગામના શખ્સને પકડી લીધો હતો. અને તેની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થના અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પાટણના એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. વી.આર.ચૌધરીને મળેલી વાતને આધારે સરીયદ ગામની છત્રાડા સીમમાં આવેલા ખેતરોમાં એસ.ઓ.જી. પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. તે ખેતરમાંથી પોલીસે લીલા ગાંજાના રૂ.68.900ના 6.890 કિલોગ્રામ વજનના 57 છોડ જપ્ત કર્યા હતા અને ગાંજાનું વાવેતર કરનાર ખેતરના માલિક સરીયદ ગામના નામે તલાજી લક્ષ્મણજી ઠાકોરને પોલીસે પકડી લીધા હતા, અને તેની સામે સરસ્વતી પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ 1985-(B),20(a)(i)20(b)(ii)B,22(B) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ અંગે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે તલાજી લક્ષ્મણજી ઠાકોર બીજી-ત્રીજી વખત આ ગાંજાનું વાવેતર કર્યું છે, તે બંધાણી હોવાથી પીવા માટે ગાંજાનું વાવેતર કરે છે. અને કોઈ વાર તો તે ગાંજાનું શાક પણ બનાવે છે.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *