ચાણસ્માના જશલપુરમાં લગ્ન કરાવવાના બહાને 2 લાખના દર-દાગીના લઈ માતા-પિતાએ દીકરીની સગાઈ બીજે કરી દીધી, દીકરાનાં પિતાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

Views 219

પાટણ જીલ્લાના ચાણસ્માના જશલપુર ગામે રહેતા માતા-પિતાએ તેમના ત્રણ સંબંધી સાથે મળીને તેમની દિકરીની સગાઇ ભુજ તાલકાના ધાણેટી ગામના યુવાન સાથે કરાવવાની નક્કી કરી રૂ.1,12,000 રોકડ અને દાગીના મળી કુલ રૂ.2 લાખ લઈને યુવતીની સગાઈ બીજી જગ્યાએ કરાવી દેતા દીકરાના પિતાએ ચાણસ્મા પોલીસ મથકે યુવતીના માતા-પિતા સહિત 5 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. કચ્છ જીલ્લાનાં ભુજના ધાણેટી ગામે રહેતા નામે ધનાભાઇ રામચંદભાઇ ઠાકોરે તેમના દિકરાની સગાઇ પાટણ જીલ્લાના ચાણસ્માના જશલપુર ગામના નામે ઠાકોર પ્રધાનજી કપુરજી અને ઠાકોર સવિતાબેન પ્રધાનજીની દીકરી સાથે નક્કી કરી હતી. ત્યારબાદ વડપગ ગામના ત્રણ શખ્સોએ કહ્યું હતું કે રીવાજ મુજબ ઘરેણાં અને પૈસા આપવા પડે ત્યારે ધનાભાઇએ દીકરાની સગાઇ કરાવવા માટે રૂ.1,12,000 રોકડ અને ચાંદીના કડલાની કિંમત રૂ.34,000 તથા સોનાની બુટી સવા તોલાની કિ.રૂ.55000 એમ મળી કુલ રૂ.2,01,000 ઠાકોર પ્રધાનજીને આપ્યા હતા, પણ તાંજેતરમાં જ તેમણે જાણવા મળ્યું છે કે તેમની દિકરીની સગાઇ કોઇ બીજી જગ્યાએ કરેલ છે. આ વાતની જાણ થતા પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું સામે આવ્યું હતુ. અને ત્યારબાદ ધનાભાઇએ ચાણસ્મા પોલીસ મથકે જઈને વડપગ ગામનાં ત્રણ શખ્સ નામે ઠાકોર જશીબેન વિનોદજી, ઠાકોર પ્રતાપજી રાભાજી, ઠાકોર વિનોદજી તથા જશલપુર ગામના ઠાકોર પ્રધાનજી કપુરજી અને ઠાકોર સવિતાબેન પ્રધાનજી સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ તપાસ અધિકારી પી.એસ.આઇ. એમ.એસ.દરબારે હાથ ધરી હતી.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
50 %
Surprise
Surprise
50 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *