પાટણ જીલ્લાનાં ઓઢવા ગામનો બનાવ, ‘તું અહીં પાણી કેમ પીવાં આવ્યો છે?’ તેમ કહી માથાભારે શખ્સોએ યુવકને માર માર્યો

Views 229

પાટણ જિલ્લામાં આવેલા ઓઢવા ગામમાં વાલ્મિકી સમાજનાં યુવક પર આભડછેટનો બનાવ સામે આવ્યો છે. વાલ્મિકી સમાજનો યુવક ગામની શાળામાં પાણી પીવા જતા ગામના અન્ય શખ્શોએ ‘તું અહીં પાણી પીવા કેમ આવ્યો છે?’ તેમ કહી ગાળો બોલી, જાતી વિશે ટિપ્પણી કરી અપશબ્દો બોલીને યુવકને ગળદાપાટુનો માર માર્યો હતો. જે અંગે યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લામાં આવેલ ઓઢવા ગામે રહેતાં અશોક રમેશભાઈ વાલ્મિકી તારીખ 13 સપ્ટેમ્બરના રોજ રાત્રીના દસેક વાગ્યે ગામની શાળાની બહાર બેઠો હતો. અને ગામની શાળામાંથી આગલાં દિવસે એટલે કે તારીખ 14 સપ્ટેમ્બરનાં રોજ એક શિક્ષક નિવૃત્ત થવાનાં હતાં. જેને લઇને રાત્રે રસોઈ બનાવાતી હતી. તે વખતે આ યુવકને તરસ લાગતાં પાણી પીવા શાળામાં ગયો હતો. અને ત્યાં આરોપી મહેન્દ્ર ચૌધરી, અજય ચૌધરી, જીગ્નેશ ચૌધરી અને વિનોદ ચૌધરી હાજર હતા. તેમાંથી મહેન્દ્ર ચૌધરી યુવકને કહેવા લાગ્યો હતો કે, ‘તું અહીં પાણી કેમ પીવે છે? તારી પાણી પીવાની ઓકાત નથી.’ તેમ કહીં ગાળો બોલી આ તમામ લોકોએ યુવકને જાતિ-વિષયક અપશબ્દો બોલીને માર માર્યો હતો.આ દરમિયાન યુવકે બુમાબુમ કરતાં નજીકમાંથી બળદેવ લક્ષ્મણભાઈ પરમારે આવીને આ યુવકને બચાવ્યો હતો. આ અંગે યુવકે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ સરસ્વતી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર – મુરતૃજા આલી સૈયદ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *