થરાદ તાલુકાના ઇઢાટા ગામના નામે બ્રાહ્મણ ભીખાભાઈ કાળાભાઈ રાજગોર બેન્ક દ્વારા લીધેલ ધિરાણની ભરપાઈ કરવા પાઈ-પાઈ ભેગી કરીને જમા કરવા ગયા હતા. અને તેઓ હાઇવે પર આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં ધિરાણ ભરવા કાપડની થેલીમાં રૂ 3.45950ની કુલ રકમ લઈ ગયા હતા. પરંતુ બેંકમાં રૂપિયા ભરવાનો સમય પૂરો થતાં ભીખાભાઈ એક કલાક સુધી બેંકમાં બેસી રહ્યા હતા, અને તેનો ફાયદો ઉઠાવી ભીખાભાઈની નજર ચૂકવી એક ટાબરીયો થેલી લઈને રફ્ફુચકર થઈ ગયો હતો. ત્યારબાદ ભીખાભાઈએ પોલીસ મથકે આ વાતની જાણ કરી હતી. ખેતીની જમીન માલિક ખેડૂતો પોતાની જમીન ડોક્યુમેન્ટના આધારે દર વર્ષે સેવા સહકારી મંડળીની જવાબદારી હેઠળ પાક ધિરાણ પેટે બેન્ક મારફતે નજીવા વ્યાજ દરે લોન લેવામાં આવતી હોય છે. જે રકમ એક વર્ષની મુદત બાદ પરત બેંકમાં ભરપાઈ કર્યા બાદ ફરી નવેસરથી પાક ધિરાણ ખેડૂત મેળવી શકે છે. જેથી ગુરુવારના રોજ થરાદ તાલુકાના ઇઢાટા ગામના ભીખાભાઇ રાજગોરના હાથમાં રહેલી રકમ ભરેલી થેલીની ચિલ્ઝડપ થતાં તેમણે પસ્તાવવાનો વારો આવ્યો છે. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી ચિલ્ઝડપ કરનાર ટાબરીયા સુધી પહોંચવાના પ્રયત્નો હાથ ધર્યા છે.
રિપોર્ટર – સમા સદ્દામ